વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ

Vadodara Corporation : હાલ દિવાળીના તહેવારો દરમિયાન જ શહેરમાં પાણી લોકોને ઓછું મળતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને પાણીનો પૂરતો પુરવઠો મળી ૨હે તે માટે અધિકારીઓને જરૂરી તમામ કામગીરી કરવા સૂચના આપી છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ હતુ કે, છાણી વિસ્તારમાં પાણીની સમસ્યા ઘ્યાને આવી છે. હાલ મહિસાગર નદી, સ૨દા૨ સરોવર નિગમ અને આજવાની પાણીની લાઇનની ઇન્ટ૨ લીંકીંગની કામગીરી પણ થઈ રહી છે.
આગામી સમયમાં આતાપી લાઇનને જોડીને પણ 10 એમ.એલ.ડી. જેટલુ પાણી લેવામાં આવશે. હાલ ત્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પણ શરુ થઈ ગઈ છે. આગામી ડીસેમ્બર માસ સુઘીમાં પાણીની સમસ્યાનું નિરાક૨ણ ક૨વામાં આવશે. જો કોઇ વિત૨ણ લાઇનમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી આવતી હશે તો તે પણ સ્થાનીક કોર્પોરેટરો સાથે ચર્ચા કરી કાર્યવાહી ક૨વામાં આવશે. ઉપરાંત વોર્ડ નં.2 ના વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે તેને આગામી 10 દિવસમાં દૂર કરાશે એમ તેમનું કહેવું હતું.
કમિશનરે પાણીની ટાંકીના સમગ્ર માળખા, પાણી સંગ્રહ ક્ષમતા, અને પાણી શુદ્ધિક૨ણ પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. તેમણે પાણીના વિત૨ણ નેટવર્કની કાર્યક્ષમતા અને નિયમિત જાળવણી અંગે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. છાણી અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થા સુદૃઢ કરવા કોઈપણ ક્ષતિને તાત્કાલિક દૂ૨ ક૨વા સુચના આપી હતી.