Gujarat
વિશ્વામિત્રીમાં પડેલી મહિલાને શોધવા બીજા દિવસે મગરોની વચ્ચે 10 કિમી સુધી સર્ચ
By GS TEAM
31 Jul 20251 min read

વડોદરાઃ સમા-સાવલી રોડ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે પડેલી મહિલાને શોધવા માટે આજે બીજા દિવસે પણ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા મગરોની વચ્ચે સર્ચ કરવામાં આવ્યું હતું.
મંગલ પાંડે રોડ પર નદીમાં પડેલી મહિલાને શોધવા માટે આજે બીજા દિવસે સવારથી ફાયર બ્રિગેડની બે ટીમોએ વડસર થી સયાજીગંજ અને સયાજીગંજથી સમા સાવલી રોડ સુધી શોધખોળમાં કરી હતી.
અંદાજે ૧૦ કિમી સુધીનો વિસ્તાર ફેંદી કાઢ્યો તે દરમિયાન ઠેર ઠેર બોટનો અવાજ સાંભળીને મગરો નાસભાગ કરતા નજરે પડયા હતા.આજે પણ મહિલાનો કોઇ પત્તો લાગ્યો ન હતો.









