Get The App

આંતરસુબાથી ખડાલ તરફનો 10 કિ.મી.નો માર્ગ અકસ્માત નોતરશે

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
આંતરસુબાથી ખડાલ તરફનો 10 કિ.મી.નો માર્ગ અકસ્માત નોતરશે 1 - image

- રૂ. 12.69 કરોડના ખર્ચે બની રહેલો

- લાંબા સમયથી રસ્તાની સાઈડ ખોદી નંખાઇ પરંતુ સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નહીં

કપડવંજ : આંતરસુબાથી ખડાલ તરફનો ૧૦ કિ.મીનો માર્ગ વિમલ એજન્સી દ્વારા રૂ. ૧૨.૬૯ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. માર્ગ બનાવનાર એજન્સી દ્વારા માર્ગની બંને સાઈડ લાંબા સમયથી ખોદી નાખવામાં આવી છે, પરંતુ સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. 

વિમલ એજન્સી દ્વારા રૂ. ૧૨.૬૯ કરોડના ખર્ચે આંતરસુબાથી ખડાલ તરફનો ૧૦.૦૩ કિ.મી. સુધીનો માર્ગ બની રહ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, વિમલ એજન્સીના આડેધડ વહીવટના કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. આંતરસુબા, ધોળાકુવા, કોસમ, ખડાલ તરફના રસ્તા ઉપરની સાઈડો લાંબા સમય અગાઉથી ખોદી કાઢવામાં આવી છે, પરંતુ રોડની સાઈડમાં અકસ્માત અટકાવવા માટે કોઈ સુરક્ષા રખાઈ ન હોવાથી રાત્રિના સમયે રાહદારીઓ અને વાહનચાલકોએ અકસ્માત સર્જાવાના ભય તળે માર્ગ પસાર કરવો પડે છે. જેથી ડબલ્યુ ડી સ્ટેટ વિભાગ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.