સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટની ઘટના : જોધપુરમાં 10 જુગારીઓ રોકડ સહિત રૂ. 32 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gambling Raid : અમદાવાદ શહેરના જોધપુરમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે દરોડો પાડીને કમિશન પર જુગાર રમાડી રહેલા શખ્સ કુલ 10 શખ્સોને રૂપિયા આઠ લાખની રોકડ સહિત 32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બહારથી જુગાર રમવા આવતા લોકોને કારણે સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા હતા. છેવટે આ અંગે પોલીસને બાતમી આપતા દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.
આઠ લાખ ઉપરાંતની રોકડ પણ મળી આવી : ફ્લેટનો માલિક બહાર લોકોને જુગાર રમવા બોલાવતો હતો
શહેરના જોધપુરમાં આવેલા સાતત્ય હાઇટ્સમાં આવેલા 801 નંબરના ફ્લેટમાં રહેતો જીગ્નેશ પટેલ નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવીને નાળ કપાવીને જુગાર રમાડી રહ્યો હતો. જે બાબતને લઇે સ્થાનિક લાકો કંટાળી ગયા હતા. આ બાબતે પોલીસને બાતમી અપાઇ હતી. જેના આધારે આનંદનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.જે.ચૌધરીએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં સ્થળ પરથી જીગ્નેશ પટેલ તેમજ અન્ય નવ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને જુગારના દાવ પરથી 7.57 લાખની રોકડ અને 50 હજારની કમિશનની રોકડ જીગ્નેશ પટેલ પાસેથી મળી આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે જુગારીઓને ફ્લેટમાં ખાણીપીણીની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. પોલીસે આ મામલે રોકડ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર સહિત કુલ ૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં નારણપુરા પોલીસને બાતમી મળી હતી કે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા મંગલમ નિર્વાણ એપાર્ટમેન્ટમાં રહેતો ભાવિન પટેલ નારણપુરા ચાર રસ્તા પાસે આવેલા માન સરોવર કોમ્પ્લેક્સમાં પંચમ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં બહારથી જુગારીઓને બોલાવીને રમાડે છે.જેથી પોલીસે દરોડો પાડીને 1.23 લાખની રોકડ સાથે 10 લોકોની ધરપકડ કરી છે.
ફ્લેટમાંથી ઝડપાયેલા જુગારીઓ
1.જીગ્નેશ પટેલ રહે.સાતત્ય હાઇટ્સ, જોધપુર
2. અમિત દેકીવાડીયા રહે. મારૂતીનગર, સેટેલાઇટ
3. વિશાલ બારોટ રહે.પ્રજ્ઞાપ્રભુ સોસાયટી, સાબરમતી
4. પંકજ પટેલ રહે. પુષ્પરાજ ટાવર,જજીસ બંગ્લોઝ રોડ
5. સુભાષ પટેલ
6. શૈલેષ ઇસોટીયારહે. સ્તવન અવીશા, જોધપુર
7. રતિ ટાંક રહે.નારાયણ બંગ્લોઝ, સોલા
8. મુનેષ પટેલ રહે. પેલેડીયમ ગ્રીન, સાઉથ બોપલ
9. હાર્દિક વાછાણી રહે.મેનેજમેન્ટ એક્લેવ, વસ્ત્રાપુર
10. જીગ્નેશ વાછાણી રહે. પલક સેન્ટર,વસ્ત્રાપુર









