સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા
- સાણંદ પોલીસના નાક નીચે એલસબીનો દરોડો
- રોકડ, મોબાઇલ, કાર મળી 34.47 લાખનો મુદ્દામાલ જપ્ત : 10 શખ્સ સામે ગુનો
સાણંદ : સાણંદ તાલુકા લેખંબા ગામમાંથી તીન પત્તીનો જુગાર રમતા દસ શખ્સો ઝડપા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે રોકડ, મોબાઇલ, કાર મળી ૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત દસેયની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદ પોલીસ સ્ટેશન તાબાના તાલુકાના લેખંબા ગામના બસ સ્ટેન્ડની બાજુમાં નરેશભાઇ કો.પટેલના ઘરમાંથી પત્તા વડે તીન પત્તીનો જુગાર રમતા (૧) નરેશ ઉર્ફે કટરવાળા કાશીરામભાઇ કોળી પટેલ રહે, લેખંબા ગામ, તા.સાણંદ (૨) હર્ષદજી રામસંગજી ઠાકોર (રહે, કુંવારગામ, તા. સાણંદ) (૩) ગૌતમભાઇ ભરતભાઇ પટેલ (રહે. ગોરજ ગામ, તા.સાણંદ) (૪) કાળુભાઇ રમણભાઇ કોળી પટેલ (રહે, લોદરીયાળ ગામ, તા.સાણંદ) (૫) ચેતન અમરતભાઇ મકવાણા (રહે. જુવાલ, તા.સાણંદ) (૬) ધર્મેશ ઉર્ફે ધમો વિજયભાઇ ચુનારા (રહે, સાણંદ-ળસરોવર બાયપાસ ખેતરમાં, તા.સાણંદ) (૭) અજીતભાઇ ઉર્ફે અજયો મનુભાઇ પટેલ (રહે.ગોરજ ગામ, તા.સાણંદ) (૮) કરશનભાઇ વાલજીભાઇ કોળી પટેલ (રહે, ફાગડી ગામ, તા. સાણંદ) (૯) ગગજીભાઇ ખુશાલભાઇ મકવાણા (રહે, જુવાલ ગામ,તા.સાણંદ) (૧૦) સચિન ઉર્ફે રામુ ધનજીભાઇ કોળી પટેલ (રહે, લેખંબા ગામ, તા. સાણંદ)ને અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે ઝડપી પાડયા હતા. પોલીસે અંગજડતીમાંથી રૂ.૨,૫૮,૦૦૦, દાવ ઉપરથી રોકડ રૂ.૨૨,૦૦૦/, નાળનાં રોકડ રૂ.૨૭,૦૦૦ મળી કુલ રોકડ રૂ.૩,૦૭,૦૦૦, ૧૦- મોબાઇલ કિ.રૂ.૧,૪૦,૦૦૦, ૩-કાર કિ.રૂ.૩૦ લાખ મળી કુલ રૂ.૩૪,૪૭,૦૦૦ના મુદ્દામાલ સાથે ૧૦ શખ્સોને અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.