Get The App

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા

Updated: Dec 26th, 2024

GS TEAM

Google News
Google News
અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા 1 - image


Miocene-era Monkey Fossil at Kutch: હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મિ કચ્છના અંજાર પાસેની ટપ્પર ડેમ સાઈડ પર મળી આવ્યા છે. કચ્છના ટપ્પર ડેમ પાસેથી 1 કરોડ અને 5 લાખ (10.5 મિલિયન) વર્ષ જૂનાં વાનરના જીવાશ્મિ મળી આવ્યાં છે. જેની શોધ અને દાવો કચ્છી NRI સંશોધક ડૉ. હિરજી ભુડિયાએ કર્યો છે. જણાવી દઈએ કે, 19મી સદીમાં સૌપ્રથમ હિમાલય પર્વતમાળામાંથી વાનરના અશ્મિ મળ્યા હતા. આ વાનર જીવાશ્મિ 'માયોસિન' યુગના શિવાલિક પિથેક્સ એટલે ગ્રીક ભાષામાં તેનો અર્થ વાનર થાય છે.

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા 2 - image

ડૉ. ભુડિયાના જણાવ્યા અનુસાર, ટપ્પર ડેમ નજીકથી મળી આવેલા અશ્મિમાં થાપા, ખભા, હાથ અને પગના હાડકાંનો સમાવેશ થાય છે. આજથી 11 વર્ષ પહેલાં આજ ટપ્પર ડેમની આસપાસના વિસ્તારમાંથી વાનરના દાંતનો જીવાશ્મિ મળ્યો હતો. આ જીવાશ્મિ જોયા બાદ તેમણે ટપ્પર રેન્જમાં જઈને વધુ શોધખોળ કરવા નક્કી કર્યું હતું. ગત વર્ષે વ્યસ્તતાના કારણે ના જઈ શક્યાં પરંતુ આ વર્ષે તેમણે ટપ્પર ડેમ સાઈટમાં પડાવ નાખીને રીસર્ચ કર્યું અને આ જીવાશ્મિ મળી આવ્યાં. લાંબી મહેનત બાદ આ જીવાશ્મિ શોધવામાં તેમને સફળતા મળી છે અને આ સંદર્ભે તેઓ વધુ સંશોધન કરી રહ્યા છે.

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા 3 - image

વાનરોના જીવાશ્મિ અંગે અલગ અલગ થિયરી 

દરમ્યાન, કરોડો વર્ષ જૂનાં વાનરોના જીવાશ્મિ અંગે વિશ્વના પેલિઓન્ટોલોજીસ્ટમાં પ્રવર્તતી જુદી-જુદી થિયરી અંગે ડૉ. ભુડિયાએ જણાવ્યું હતું કે, ઉત્ક્રાંતિ પ્રમાણે વાનરોની પ્રજાતિમાંથી માનવ સર્જાયેલો છે. જો કે, આ વાનરો માનવોના પૂર્વજ વાનરોથી થોડાં અલગ હતાં. અન્ય કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પિથેક્સને વર્તમાન ઊરાંગ ઊટાંગ અને ગોરિલાના પૂર્વજ માને છે.

આ પણ વાંચો: સાઇબેરિયામાં મળ્યા 50,000 વર્ષ જૂના બાળ મેમથના અવશેષ, હજારો વર્ષ પહેલા પૃથ્વી પર મહાકાય હાથી વિચરતા હતા

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા 4 - image

કોણ છે ડૉ. ભુડિયા?

જણાવી દઈએ કે, ડૉ. ભુડિયા મૂળ માધાપરના વતની છે અને હાલ તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલાં છે. ભૂતકાળમાં તે જી.કે. જનરલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પણ સેવા આપી ચૂકેલાં છે. ડૉ. ભુડિયાએ તેમનો અભ્યાસ મેડિસિનમાં કરેલો છે પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તે પેલિઓન્ટોલોજીમાં ખૂબ રીસર્ચ કરી રહ્યાં છે.

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા 5 - image

શિવાલિક પિથેક્સ  એટલે શું?

પેલિઓન્ટોલોજી (Paleontology) મુજબ આ વાનર જીવાશ્મિ 'માયોસિન' યુગના શિવાલિક પેથિકસ અથવા પિથેક્સ  (ગ્રીક ભાષા મુજબ Pithecus એટલે વાનર) તરીકે ઓળખાય છે. પેલિઓન્ટોલોજી એટલે લાખો કરોડો વર્ષ અગાઉ પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિના ફોસિલ્સ (જીવાશ્મિ)ના આધારે વિવિધ પ્રકારની સંભાવનાઓને તપાસતું ખાસ શાસ્ત્ર. ભારતમાં શિવાલિક પિથેક્સ યુગની અશ્મિઓ હિમાલયન રેન્જની શિવાલીક પર્વતમાળાઓ અને ફક્ત કચ્છમાં જ જોવા મળે છે. શિવાલીક શબ્દ ભગવાન શિવ સાથે સંકળાયેલો છે. 19મી સદીમાં સૌપ્રથમ વખત અહીંથી વાનરના અશ્મિ મળ્યાં હતાં. કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પિથેક્સને રામ પિથેક્સ તરીકે પણ સાંકળે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મળ્યા 5 કરોડ વર્ષ જૂના નાગના અવશેષ, IITએ લંબાઈનો કર્યો ખુલાસો તો સૌ કોઈ ચોંક્યા

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા 6 - image

કચ્છને જિયોલોજિકલ હેરિટેજ જાહેર કરવા માગ

અહીં ટપ્પર ડેમ સાઈડ વિસ્તારમાંથી દોઢ કરોડ વર્ષથી જૂના વાનરના જીવાશ્મિ મળતાં હવે સમગ્ર કચ્છને જિયોલોજિકલ હેરિટેજ તરીકે જાહેર કરવાની માગ ડૉ. ભુડિયાએ કરી છે. કચ્છની ધરા વિશિષ્ટ છે. આખા કચ્છને જીઓલોજીકલી હેરિટેજ જાહેર કરવો તેવી ઠેર ઠેર સમૃધ્ધ સાઈટ્સ આવેલી છે. ઉલ્લેખનીય છે કે થોડાંક સમય અગાઉ પ્રસિદ્ધ યાત્રાધઆમ માતાના મઢ પાસે જીએમડીસીની ખાણ નજીકથી મળેલાં વાસુકિ નાગના અશ્મિઓએ પણ ખૂબ ચર્ચા જગાવી હતી.

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા, કચ્છી NRIએ શોધ્યા 7 - image


Tags :