Get The App

ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા 1 - image


- જિલ્લામાં ટુવ્હીલરના અકસ્માતો વધ્યા

- નડિયાદ હેલીપેડ ચોકડી, ચકલાસી ગમનપુરા કાંસ અને ચકલાસી એક્સપ્રેસ-વે પર અકસ્માત

નડિયાદ : નડિયાદ હેલીપેડ ચોકડી, ચકલાસી ગમનપુરા કાંસ ઉપર તેમજ ચકલાસી એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં પાંચ ટુવ્હીલર સવારને ઇજા થઈ હતી. જ્યારે ગાડીમાં ડ્રાઇવરની સાઈડમાં બેઠેલા વ્યક્તિનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉમરેઠ તાલુકાના ખોરવાડમાં રહેતા ગિરવતભાઈ બળવંતસિંહ ચૌહાણ બાઈક ઉપર રસ્તામાં એક વ્યક્તિને બેસાડી ચકલાસી ચકલાસી ગમનપુરા કાંસ પરથી પસાર થતા હતા. ત્યારે મોટરસાયકલ સાથે એકટીવા અથડાતા બાઇક ચાલક અને એક્ટિવા ચાલક સહિત ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. 

ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના નીતિનભાઈ બાબુભાઈ પટેલ ગઈકાલે સાંજે આણંદથી આઇસર ગાડી લઈ મહેસાણા જતા હતા. દરમિયાન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી નજીક પાછળ પુરઝડપે આવેલ ગાડી આઇસર પાછળ ઘૂસી ગઈ હતી. જેથી ગાડીમાં ડ્રાઇવરની સાઈડમાં બેઠેલ ઈસમને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ ઈસમનું મોત નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના કંજોડાના વિષ્ણુપુરામાં રહેતા મગનભાઈ બુધાભાઈ તળપદા ગઈકાલે મધરાતે નડિયાદથી મોટરસાયકલ લઈને કંજોડા જતા હતા. દરમિયાન નડિયાદ ડાકોર રોડ ઉપર હેલીપેડ ચોકડી નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક મગનભાઈ બુધાભાઈ તળપદા (ઉં.વ૩૭)ને રોડ ઉપર પડી જતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Tags :