ધોળકામાંથી કફ સીરપની 349 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો

કફ
સીરપ, રિક્ષા
સહિત રૃ.૨.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત
રિક્ષામાં
ચોરખાનું બનાવી આરોપી પ્રતિબંધિત નશાકારક સીરપની હેરાફરી કરતો હતો
બગોદરા -
ધોળકા ટાઉન પોલીસે એક રિક્ષાના ગુપ્ત ખાનામાંથી નશાકારક કફ
સીરપની ૩૪૯ બોટલોનો વિપુલ જથ્થો જપ્ત કર્યોે છે. પોલીસે નશાકારક કફ સીરપ સહિત
રૃ.૨.૧૪ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
યુવાનોને
ડ્રગ્સ અને નશીલા પદાર્થોની લતથી મુક્ત કરવા ધોળકા શહેર પોલીસની ઝુંબેશ યથાવત છે.
ધોળકા શહેર પોલીસે બાતમીના આધારે બી.પી. દાવડા સ્કૂલની પાછળના રોડ પર એક સીએનજી
રિક્ષાનું ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન ડ્રાઇવર સીટ નીચેની ડેકીમાં અને
પેસેન્જર સીટ પાછળ સ્પીકરમાં ગુપ્ત ખાનમાંથી કફ સીરપની ૩૪૯ બોટલ (રૃ.૫૭,૪૩૩) મળી આવી હતી.
પોલીસે કફ સીરપની ૩૪૯ બોટલ, નશાકારક કફ સીરપની હેરાફેરીમાં
વપરાતી સીએનજી રિક્ષા (રૃ.૧,૫૦,૦૦૦),
એક મોબાઇલ (રૃ.૫,૦૦૦) રોકડ
(રૃ.૨,૦૦૦) મળી કુલ રૃ.૨,૧૪,૪૩૩નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષા ચાલક વિનુભાઇ ઉર્ફે વિનોદ રવજીભાઇ
દેવીપુજક (રહે. ખારાકૂવા, બી.પી.
દાવડા સ્કૂલની બાજુમાં, ધોળકા)ને ઝડપી ?ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની હેઠળ ગુનો નોંધાવી
કાર્યવાહી હાથ ધરી છે.









