Get The App

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત 1 - image

Jamnagar Crime : જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી આજથી ચાર દિવસ પહેલા પાંચ શખ્સો દ્વારા એક યુવાનનું પ્રેમ પ્રકરણના મામલે અપહરણ કરાયું હતું, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે પાંચ ફરાર આરોપીઓ પૈકી એકની અટકાયત કરી છે, જ્યારે અન્ય ચારની શોધખોળ હાથ ધરી છે.

 જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી સુરેશભાઇ ટોયટા નામના યુવાનનું અપહરણ કરાયું હતું, અને પિયુષ ભીમભાઈ ચિરોડ્યા નામના શખ્સ તેમજ અન્ય 4 સાગરિતોને સાથે રાખીને અપહરણ કરી ગયા હતા, અને તેને માર મારવામાં આવ્યો હતો.

 જે અંગે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુરેશભાઈના પિતરાઈ ભાઈ દ્વારા આરોપીની બહેનનું પ્રેમ લગ્નના મામલે સાથે લઈ ગયો છે, જેનો ખાર રાખીને સુરેશભાઈને તમામ આરોપીઓ ઉઠાવી ગયા હતા, અને માર માર્યો હતો અને ત્યારબાદ તમામ આરોપીઓ નાસ્તા ફરતા રહ્યા હતા.

 દરમિયાન આજે રવિવારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પાંચ આરોપીઓ પૈકીના એક આરોપી મંદીપ ચિરોડીયાની અટકાયત કરી લીધી છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય ચાર શખ્સો હજુ ફરાર હોવાથી તમામની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.