મહિલા મુસાફરને લૂંટી લેનારી રિક્ષા ગેંગના ૧ સાગરિતને દબોચી લેવાયો
ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં સફળતા મળી
અમદાવાદથી ઘરે આવવા રિક્ષામાં બેઠેલી મહિલાને સે-૧માં લઇ જઇને હુમલો કરી સોનાના દાગીનાની લૂંટ ચલાવાઇ હતી
ગાંધીનગર : ગાંધીનગરના ઇન્ફોસિટીમાં રહેતી મહિલા ઘરે આવવા માટે અમદાવાદમાં ઇસ્કોનથી રીક્ષામાં બેઠી હતી. રીક્ષા ચાલક સહિત ચાર શખ્સો તેને ગાંધીનગરમાં સેક્ટર ૧ના નિર્જન વિસ્તરમાં લઇ ગયા હતાં. જ્યાં હુમલો કરી ગળા પર ધારદાર છરી મુકી દઇને મહિલો પહેરેલા સોનાના દાગીના લૂંટી લીધા હતા. આ ગુનામાં સેક્ટર ૭ પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના લાંભા ગામ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો.
ઇન્ફોસિટીમાં રહેતી મહિલા પિયર ભાવનગરથી અમદાવાદ આવ્યા બાદ
ઘરે આવવા માટે ઇસ્કોનથી રીક્ષામાં બેઠી તેમાં પહેલાંથી અન્ય એક શખ્સ આગળની સાઇડે
ડ્રાઇવરની બાજુમાં અને બે શખ્સો પાછળ બેઠેલા હતાં. સરગાસણ આવ્યા પછી જમણે વળવાના
બદલે આરોપીએ ઇન્દ્રોડા તરફ રીક્ષા મહિલાએ પુછયુ તો ચાલકે આગળથી વળાવી લઇશ તેમ જવાબ
આપ્યો હતો. દરમિયાન વોશરૃમના બહાને રીક્ષા ઉભી રાખી હતી. તે સાથે આગળ બેઠેલો શખ્સ
પણ પાછળ આવી ગયો હતો. આરોપીએ હુમલો કરીને મહિલાને લાફા મારી દઇ રીક્ષામાં પછાડી
દઇને મ્હો તથા આંખ દબાવી દઇ સોનાની ચેઇન,
બુટ્ટી, થેલો, પર્સ, મોબાઇલ વિગેરે
લૂંટી લીધા હતાં. મહિલાની બુમો સાંભળીને રસ્તે જતા લોકો દોડીને આવવા લાગતાં ગળે
છરી રાખીને મારી નાંખવાની ધમકી આપી સેક્ટર ૧માં ગાયત્રી મંદિર તરફ રીક્ષા ભગાવી
હતી અને ત્યાં રીક્ષામાંથી ધક્કો મારી મહિલાને રોડ પર નાંખી દઇ આરોપી નાશી ગયા
હતાં. પોલીસે આ ગુનામાં ૧૦૦ જેટલા સીસી ટીવીના ફૂટેજ ચેક કરીને દસ્ક્રોઇ તાલુકાના
લાંભા ગામે કોટડાનગરમાં રહેતા મોહિત બાલકૃષ્ણ શર્મને રીક્ષા સાથે ઝડપી લીધો હતો.
તેના સાગરિતો તરીકે કોટડાનગરમાં જ રહેતા બંટી વાઘેલા, બાબા ઉર્ફે છોટુ
અને સંજુ ણન્નાના નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.