Get The App

મુળી અને લીંબડી તાલુકામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
મુળી અને લીંબડી તાલુકામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ 1 - image


- જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ

- સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પણ વરસાદ પડતા ઠંડક પ્રસરી  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત અમુક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જ્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોમાં બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં બપોરના ૨-૦૦ થી ૪-૦૦ વાગ્યા સુધીમાં વઢવાણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જ્યારે જીલ્લાના મુળી અને લીંબડી તાલુકામાં પણ બે કલાકમાં અડધાથી ૧ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. 

આ સિવાય જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઝરમરથી લઈ વરસાદી ઝાપટા પડયા હતા. બે થી ત્રણ દિવસના વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદી માહોલ છાવઈ જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી તેમજ ખેડુતોના પાક માટે પણ ફાયદાકારક વરસાદ પડતા ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Tags :