Get The App

હિંડોરણા બ્રિજ પાસે પાર્ક ટ્રકની પાછળ કાર ઘુસી જતાં 1 નું મોત, 3 ને ઈજા

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
હિંડોરણા બ્રિજ પાસે પાર્ક ટ્રકની પાછળ કાર ઘુસી જતાં 1 નું મોત, 3 ને ઈજા 1 - image


- ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો

- સુત્રાપાડા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી મુસાફરો  સિહોરના વાવડી ગામે પરત ફરી રહ્યા હતા : મૃતદેહ બહાર કાઢવા ક્રેન મંગાવી પડી 

રાજુલા : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ગત મોડી રાત્રે રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પાસે હાઈ-વે પર બંધ અવસ્થામાં પાર્ક થયેલાં ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર એક વ્યકિતનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર એટલો ગમખ્વાર હતો કે, કારમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. 

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ગત મોડી રાત્રિના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો એવી છે કે, નેશનલ હાઈ-વે પરના રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પાસે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના પગલે કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ ઈર્મરજન્સી મારફતે પ્રથમ સ્થાનિક અને બાદમાં વધુ સારવારાર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક યુવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ક્રેનની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલકને શોધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર મુસાફરો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી સિહોરના વડીયા ગામે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમને હિંડોરણા નજીક અકસ્માત નડયો હતો. 

હાઈ-વે પર ગેરકાયદે પાર્ક થતાં વાહન ચાલકો સામે કાર્યવાહીની માંગ

મળતી વિગતો પ્રમાણે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ વે પર રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પર જયાં અક્સ્માત સર્જાયો તે ઘટનાસ્થળે બે ટ્રક અને એક મોટું ટ્રેલર પાર્ક કરેલા હતા. બ્રિજની નીચે પણ અનેક ટ્રક-ટ્રેલર અને કન્ટેનર્સ ઊભા હતા ત્યારે હાઈવે પર ગેરકાયદે પાકગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે. બીજી તરફ હિંડોરણાના બ્રિજ પર એક બાજુની સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે ત્યારે આવી પરિસ્થિતિમાં અકસ્માત થવાની સંભાવના વધી જાય છે ત્યારે  જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય તેવી સ્થાનિક કક્ષાએથી ઉગ્ર માંગ ઉઠી છે. 

Tags :