Get The App

રાજકોટના સોની બજારમાં રૂ.1 કરોડનું સોનું લઈને કારીગર રફુચક્કર, 3 મહિના પછી ફરિયાદ

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટના સોની બજારમાં રૂ.1 કરોડનું સોનું લઈને કારીગર રફુચક્કર, 3 મહિના પછી ફરિયાદ 1 - image
AI Photo

Gold Theft In Rajkot: રાજકોટના સોની બજારમાં આવેલી શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી બંગાળી કારીગર 1 કરોડ રૂપિયાના સોનું ચોરી કરીને ફરાર થયો હતો. હાલ આ મામલે પેઢીના માલિકે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આશ્ચર્યની વાત એ છે કે, ત્રણ મહિના પહેલા બનેલી ચોરીની ઘટના અંગે વેપારીએ હવે ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર,  રાજકોટના સોની બજારમાં આવેલી શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાં આરોપી સફીકુલ શેખ નામનો બંગાળી કારીગર શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાં દાગીના બનાવવાનું કામ કરતો હતો. સોની વેપારી તરુણ પાટડિયાએ સફીકુલ શેખને 18 કેરેટનું કુલ 1349.330 ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું. 27મી મે 2025ના રોજ આ સોનું લઈને આરોપી કારીગર રફુચક્કર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે,આ ઘટના આજથી ત્રણેક મહિના પહેલા બની હતી, પરંતુ વેપારીએ ફરિયાદ હવે છે ક નોંધાવી છે. જેના કારણે પણ અનેક તારક વિતર્ક થઈ રહ્યા છે. ફરિયાદ મોડી કરવાના કારણ વિશે એક વેપારીએ જણાવ્યું કે, 'વેપારીઓ પોલીસથી ડરે છે કે તેઓ હેરાન કરશે, તેથી તરત ફરિયાદ નોંધાવતા નથી.'

આ પણ વાંચો: પ્રજાની કમર તૂટ્યા પછી આખરે સરકાર જાગી! એક જ વર્ષમાં રસ્તા તૂટ્યા હોય ત્યાં કાર્યવાહીના નિર્દેશ

પોલીસે તપાસ શરૂ કરી 

હાલ આ સમગ્ર મામલો પોલીસે તપાસ શરૂ કરી છે. સોની બજારની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે, તેમજ લાગતા વળગતાઓની પૂછપરછ કરી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે તેઓ અજાણ્યા કારીગરોને કામ પર રાખતા પહેલા તેના ઓળખપત્રોની ચકાસણી કરે અને પોલીસને જાણ કરે તે જરૂરી છે.

Tags :