Jamnagar Fraud Case : જામનગરના આસામીને રોકાણમાં તગડા નફાની લાલચ આપી રૂ.1 કરોડ 87 લાખ પડાવી લેવાના કેસમાં જામનગર પોલીસ ટીમે એક આરોપીને પુણે પંથકમાંથી પકડી પાડ્યો છે.
જામનગરના એક આસામી સાથે રોકાણના બહાને રૂ.1 કરોડ 87 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ આસામીએ દીવાન એન્ટરપ્રાઈઝ નામની પેઢીના બેંક ઓફ મહારાષ્ટ્રમાં આવેલા ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. પરંતુ તેઓને વળતર કે પોતાના પૈસા પરત મળ્યા ન હતા આથી જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના પુણેમાં ઈમામનગરમાં રહેતા એજાઝ સલીમ શેખ (ઉ.વ.37) નામના શખ્સની સંડોવણી ખૂલવા પામી હતી. આથી જામનગરથી દોડી ગયેલી પોલીસ ટીમે આ શખ્સને પુણેમાંથી ઝડપી લીધો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.


