Get The App

જિલ્લામાં 'ડિજિટલ ફાર્મર કાર્ડ' માટે 1.94 લાખ ખેડૂતની નોંધણી

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લામાં 'ડિજિટલ ફાર્મર કાર્ડ' માટે 1.94 લાખ ખેડૂતની નોંધણી 1 - image


- ગયા સપ્તાહમાં 16,812 કિસાનની નોંધણી સહિત 

- 10 તાલુકામાં તળાજા તાલુકામાં સૌથી વધુ 36,281 ધરતીપુત્રોનું રજિસ્ટ્રેશન થયું

ભાવનગર : ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકામાં ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ડિજિટલ ફાર્મર કાર્ડ માટે ૧,૯૪,૨૩૮ કિસાનોનું રજિસ્ટ્રેશન થયું હોવાનું વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું. 

વર્તુળોના જણાવ્યા પ્રમાણે આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા આઠ માસથી નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને તેની લીંક પરથી એપ ડાઉનલોડ કરીને ખેડૂતો મિત્રો પોતાની જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર ૭/૧૨ તેમજ ૮અના પુરાવા રજૂ કરવાના રહે છે. 

ધરતીપુત્રોને વિવિધ યોજનાઓનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળનાર છે ત્યારે જિલ્લામાં ગયા સપ્તાહમાં ૧૬,૮૧૨ કિસાન સહિત અત્યાર સુધીમાં કુલ ૧,૯૪,૨૩૮ ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. 

તાલુકો

નોંધણી

ભાવનગર

૧૭,૫૮૦

ઘોઘા

૧૩,૮૮૬

તળાજા

૩૬,૨૮૧

મહુવા

૩૧,૭૭૬

જેસર

૧૦,૪૨૪

પાલિતાણા

૧૮,૭૯૭

ગારિયાધાર

૧૬,૨૨૯

સિહોર

૧૮,૦૫૪

ઉમરાળા

૧૨,૦૬૧

વલ્લભીપુર

૧૯,૧૫૦

કુલ

,૯૪,૨૩૮

જિલ્લાની બહાર વસતા ઘણા ખેડૂતો નોંધણી વંચિત

મૂળ ભાવનગર જિલ્લાના પણ સુરત સહિત અન્ય જિલ્લામાં વસતા કિસાનોમાંથી ઘણા નોંધણીથી વંચિત હોવાનું ખેતીવાડી ક્ષેત્રના જાણકાર સૂત્રોનું કહેવું છે. આ ખેડૂતો નોંધણી માટે રસ દાખવે તો ગતિ આવી શકે અને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે તેમ સૂત્રોનું માનવું છે. 

Tags :