Get The App

1.47 કરોડના કોકેઇન પ્રકરણમાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

Updated: Jan 4th, 2025

GS TEAM

Google News
Google News
1.47 કરોડના કોકેઇન પ્રકરણમાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો 1 - image

પશ્ચિમ કચ્છ એસપીએ રચેલી સ્પેશીયલ ટીમને મળી સફળતા

લાકડીયા પોલીસ આરોપીઓને લઇને પંજાબ ગઇ હતી જ્યાં પોલીસને થાપ આપી બે નાસી ગયા હતા

ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરી માર્ગ પર એસઓજીએ બાતમીના આધારે કારમાંથી ૧.૪૭ કરોડના ૧૪૭.૬૭ ગ્રામ કોકેઇન સાથે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. લાકડીયા પોલીસને હવાલે કર્યા બાદ આરોપીઓને લઇ પોલીસ પંજાબ ગઇ હતી. ત્યારે પોલીસ વાહનમાં પંકચર પડતાં ચાર પૈકી બે આરોપીઓ પોલીસને થાપ આપી નાસી ગયા હતા. ભાગી છુટેલા બે આરોપીઓને પકડવા પશ્ચિમ કચ્છ એસપીએ સ્પેશીયલ ટીમની રચના કરી હતી. જેણે ગુપ્ત બાતમીના આધારે રાજસ્થાન બોર્ડરના બાલોત્રા શહેરમાંથી બે પૈકી એક આરોપીને ઝડપી પાડીને લાકડીયા પોલીસને હવાલે કર્યો હતો. 

ગત ૨૮ના લાકડીયા હાઇવે પાસે એસઓજી અને સ્થનિક પોલીસની ટીમે હરિયાણા પારસિંગની કારને રોકીને તલાસી લઇ કારના બોનેટ નીચેના એરફિલ્ટરમાંથી ૧.૪૭ ગ્રામનું રૂપિયા ૧.૪૭ કરોડની કિંમતનું કોકેઇન સાથે કાર સવાર હનિરસિંગ બિન્દરસિંગ શીખ, સંદીપસિંહ પપ્પુસિંહ શીખ, જસપાલકોર ઉર્ફે સુમન ગુલવંતસિંહ ઉર્ફે શનિભાઇ શીખ અને આર્શદીપકોર સંદીપસિંગ શીખ નામના ચાર આરોપીઓને પકડી પાડયા હતા. લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ કામ અર્થે લાકડીયા પોલીસ ચારેય આરોપીઓને લઇને પંજાબ ગઇ હતી. ત્યારે પોલીસ વાહનમાં પંકચર પડતાં પોલીસની નજર ચુકાવીને આરોપી હનિરસિંગ બિન્દરસિંગ શીખ, સંદીપસિંહ પપ્પુસિંહ શીખ નાસી ગયા હતા. આ આરોપીઓને પકડવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ તેમના સુપરવિઝન હઠળ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલાના નેત્ત્વમાં ટીમની રચના કરી હતી. જેમાં એએસઆઇ મદનસિંહ લાલુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજાએ ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાનની બોર્ડરના બાલોત્રા શહેરના દિપ હોટલ પાસેથી ભાગેડુ આરોપી સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉ.વ.૨૫)ને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસને હવાલે કર્યો હતો.