વડોદરામાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, 1,268 દારૂની બોટલ સાથે 6.72 લાખનો મુદ્દામાલ કબજે
Vadodara Liquor Raid : વડોદરાના વાઘોડિયા રોડ પર દારૂના કટિંગ સમયે જ પોલીસે રેડ પાડી હતી. જીપ અને ઘરમાંથી પોલીસે 2.62 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે.
પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ બી.પી.એસ. સ્કૂલ પાસે આવેલી અંબિકા ધામ સોસાયટીમાં રહેતો રવિ કહાર પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે અને પોતાના ઘર પાસે ઉતારી રહ્યો છે. જેથી,પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા એક જીપ ઉભી હતી અને તેની નજીક ઉભેલા રવિ કનુભાઇ કહારને કોર્ડન કરીને પકડી લીધો હતો. પોલીસે જીપ તથા આરોપીના ઘરમાંથી દારૂની 1,268 બોટલ કિંમત રૂપિયા 2.62 લાખની કબજે કરી હતી. પોલીસે દારૂ, જીપ, મોબાઇલ ફોન મળી કુલ 6.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જીપનો ડ્રાઇવર દિનેશભાઇ (રહે. સેલવાસ) ભાગી ગયો હોઇ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.