Gujarat

૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે

By GS TEAM
8 Dec 20251 min read
૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે

વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પ્રિ-બોર્ડ પરીક્ષા માટેની તારીખો જાહેર કરતા તા.૧૬ જાન્યુઆરીથી શરૃ થનારી પરીક્ષામાં ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે.

 પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શહેર જિલ્લામાં ૩૦૦થી વધુ સ્કૂલો આવેલી છે અને તેમાં ધો.૯ થી ધો.૧૦માં ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સ્કૂલોમાં પ્રિ-બોર્ડની પરીક્ષા માટેનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવતાં વિવિધ સ્કૂલોમાં તા.૧૬ જાન્યુઆરીથી તા.૨૪ જાન્યુઆરી વચ્ચે આ પરીક્ષા યોજાશે.

 સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિ-બોર્ડની પરીક્ષામાં ધો.૯ થી ધો.૧૨ના વિદ્યાર્થીઓ બેસે છે. બોર્ડ પરીક્ષા પહેલા લેવાતી આ પ્રિ-બોર્ડ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ થતા હોવાના કારણે હાલ તમામ સ્કૂલોમાં પરીક્ષાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. બીજી તરફ યુનિવસટીની વિવિધ ફેકલ્ટીમાં પણ હાલ પરીક્ષાઓ શરુ થતાં સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.