app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

મુંદ્રા પોર્ટ પર ઈક્વાડોરથી આવેલા કન્સાઈન્મેન્ટ માંથી સાડા દસ કરોડનું કોકેઈન ઝડપાયુ

ઈકવાડોરથી આયાત કરવામાં આવેલા લાકડાના જથ્થામાંથી DRIએ બાતમીને આધારે કોકેઈન ઝડપ્યું

Updated: Aug 8th, 2023



અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. કચ્છમાંથી અનેક વખત ડ્રગ્સ પકડાયું છે. ત્યારે ફરી એકવાર કોકેઈન મળવાની ઘટના સામે આવી છે. DRIએ મુંદ્રા પોર્ટ પરથી આયાત કન્સાઈનમેન્ટમાંથી સાડા દસ કરોડનું 1.04 કિલો કોકેઈન ઝડપ્યું છે. 

સાડા દસ કરોડનું 1.4 કિલો કોકેઈન ઝડપાયું 

પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના મુંદ્રા પોર્ટ પરથી વધુ એક વખત કોકેઈન મળવાની ઘટના સામે આવી છે. ઈક્વાડોરથી આયાત કરેલા લાકડાના જથ્થામાંથી સાડા દસ કરોડનું 1.4 કિલો કોકેઈન ઝડપાયું છે. ડીઆરઆઈ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. કન્સાઇનમેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 

કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું

220.63 MT નું કુલ વજન ધરાવતું ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. જે નમૂનો શંકાસ્પદ પેકેટમાંથી ડ્રો અને ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં પેકેટમાં કોકેઈનની હાજરીની પુષ્ટિ થઈ હતી.

Gujarat