Gujarat

માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ

By GS TEAM
23 Dec 20251 min read
માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ

8 હજાર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આયોજિત

.૫૮ કલાકે લાભ ચોઘડિયું પૂર્ણ થઈ અમૃત ચોઘડિયું શરૃ થયું ત્યારે આહુતિઓનું લક્ષ્ય પૂર્ણ થતા અનોખો સંયોગ સર્જાયો

માંડલમાંડલમાં ભક્તિમય માહોલ વચ્ચે લક્ષચંડી મહાયાગમાં ૧.૦૧ કરોડ આહુતિઓ પૂર્ણ થતાની સાથે અનોખો સંયોગ સર્જાયો છે. ૩ઃ૫૮ કલાકે લાભ ચોઘડિયું પૂર્ણ થઈ અમૃત ચોઘડિયું શરૃ થયું ત્યારે આહુતિઓનું લક્ષ્ય પૂર્ણ થતા અનોખો સંયોગ સર્જાયો છે.

માંડલ સ્થિત જગવિખ્યાત શ્રી ખંભલાય માતાજીના ધામમાં ચાલી રહેલા ૧૧ દિવસીય લક્ષચંડી મહાયાગમાં આજે નવમા દિવસે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ૨૫૫ યજમાન પરિવારો અને ૧૦૮ ભૂદેવો દ્વારા ચંડીપાઠના મંત્ર-શ્લોકો સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૦૧,૭૪,૯૨૮ આહુતિઓ પૂર્ણ કરી માતાજીને અર્પણ કરવામાં આવી છે.

વિશેષ વાત એ છે કે, સોમવારે બપોરે ૩ઃ૫૮ કલાકે લાભ ચોઘડિયું પૂર્ણ થઈ અમૃત ચોઘડિયું શરૃ થયું, બરાબર તે જ સમયે ૧.૦૧ કરોડ આહુતિઓનું લક્ષ્ય પૂર્ણ થતા અનોખો સંયોગ સર્જાયો હતો. આ ક્ષણને વધાવવા યજ્ઞાશાળામાં ઉપસ્થિત હજારો ભક્તો, સ્વયંસેવકો અને ભૂદેવોએ તાળીઓના ગડગડાટ અને માતાજીના જયકારા સાથે આખા પરિસરને ગુંજવી દીધું હતું. આઠ હજાર વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ મહાયાગમાં કુલ ૧.૦૮ કરોડ આહુતિઓ આપવાનું લક્ષ્ય છે.