કેન્સર, ડાયાબિટીસ અને કોલસ્ટ્રોલ જેવી બીમારીઓને દૂર કરી શકનાર સરગવાને ઘરે ઘરે ઉગાડવાનું અભિયાન
નિરમા યુનિવર્સિટીના વિઝિટિંગ ફેકલટી ગીતાબહેને ચાર વર્ષમાં 4000 સરગવાના બીજ કલેક્ટ કર્યા છે હવે ધ સેકન્ડ આલિયોન્સ ફાઉન્ડેશન શહેરના વિવિધ વિસ્તારમાં આ બીજના પ્લાન્ટેશન માટે ખાસ ડ્રાઇવ ચાલી રહી છે
અત્યારે બજારમાં સરગવાના પાંદડાનો પાવડર અઢીસો રૃપિયાનો અઢીસો ગ્રામ મળે છે. જ્યારે કોઇપણ જમીનમાં સરગવાના ત્રણ બીજ ઉગાડશો તો અઢીથી ત્રણ વર્ષમાં તેની સિંગ મળતી થઇ જાય છે
સફરજન અને બદામ કરતા પણ વધારે ન્યુટ્રીશ્યન ધરાવતો સરગવો કેટલાય રોગોને દૂર ભગાડી શકે છે પરંતુ અમદાવાદમાં સરગવાના ઝાડ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ માટે ધ સેકન્ડ આલિયોન્સ ફાઉન્ડેશનનાં ૨૦ જેટલા મેમ્બર્સ જુલાઇથી ઓગસ્ટ મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં જઇને ટ્રી પ્લાન્ટેશન માટેની ડ્રાઇવ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ પાલડી, બોપલ અને સેટેલાઇટ વિસ્તારમાં ૧૫૦૦ સરગવાના બીજનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે.
આ અંગે વાત કરતા લોકેન્દ્ર બાલાસરિયાએ કહ્યું કે, અત્યારના સમયમાં રોગોનું પ્રણામ વધ્યું છે ત્યારે એક રિસર્ચના પરિણામ મુજબ સરગવાની સિંગ અને તેના પાંદડા કેન્સર, ડાયાબિટીસ અને કોલસ્ટ્રોલ જેવા રોગોને ભગાડી શકે છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાસ સરગવાના બીજના વિતરણની ડ્રાઇવ શરૃ કરાઇ છે. અત્યારે બજારમાં સરગવાના પાંદડાનો પાવડર અઢીસો રૃપિયાનો અઢીસો ગ્રામ મળે છે. જ્યારે કોઇપણ જમીનમાં સરગવાના ત્રણ બીજ ઉગાડશો તો અઢીથી ત્રણ વર્ષમાં તેની સિંગ મળતી થઇ જાય છે. આફ્રિકામાં વર્ષોથી સરગવાની થેરાપી થઇ રહી છે. ધ સેકન્ડ આલિયોન્સ ફાઉન્ડેશન દ્વારા મણીનગર વિસ્તારમાં આ બીજનું વિતરણ કરાયું હતું
મ્જીખ જવાનોના મેડીકલ ઇશ્યૂને ધ્યાનમાં રાખી સરહદ પર ટ્રી પ્લાન્ટેશન કરાશે
સ્ટડી મુજબ બોર્ડર પર સતત ફરજ બજાવી રહેલા બીએસએફના જવાનોમાં હેલ્થ ઇસ્યુઝ જોવા મળ્યા હતા.તેઓને સતત ઉભા રહેવાને કારણે ઘૂંટણના દુઃખાવાનો પ્રશ્ન હોય છે તે માટે ઓક્સિજન મળે અનેે તેઓ સરગવાની સિંગ અને સૂપ લઇ શકે તે માટે એક મહિનામાં બોર્ડર પર સરગવો રોપીશું આ ઉપરાંત પાણીની જરૃર ઓછી પડે તેના શરૃ અને પીળો કેસૂડાના ૨૦૦૦ ઝાડ ઉગાડવામાં આવશે. - લોકેન્દ્ર બાલાસરિયા
દરરોજ ઘરની બહાર જતી ત્યારે ૧૫૦ જેટલા બીજ ભેગા કરી લાવતી
હું જ્યારે પણ ઘરની બહાર જતી ત્યારે ૧૫૦ જેટલા બીજ ભેગા કરી લાવતી હતી. આવું મેં સતત ૩૫ દિવસ સુધી કર્યુ. આ સિવાય હું ઘરે સરગવાની સિંગને સુકવી તેને તોડી અને તેમાંથી બીજ કાઢીને ભેગા કરતી આવી રીતે મેં ૪૦૦૦ જેટલા બીજ આ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ માટે આપ્યા છે આ ઉપરાંત જે બીજ હું કલેક્ટ ન કરી શકી તેવા ૧૦૦ જેટલા ઝાડ જમીન પર ઊગી નીકળ્યા છે તેને પણ હું પ્લાન્ટેશન માટે મોકલીશ. - ગીતાબેન શાહ, આર્કિટેક અને નિરમા યુ.વિઝિટીંગ ફેકલ્ટી