Get The App

કલ ફેસ્ટ 'કારવા-2019'માં ઝેવિયર્સના સ્ટુડન્ટસ સાંસ્કૃતિક એકતાનો સંદેશો આપશે

Updated: Dec 9th, 2019

GS TEAM

Google News
Google News
કલ ફેસ્ટ 'કારવા-2019'માં ઝેવિયર્સના સ્ટુડન્ટસ સાંસ્કૃતિક એકતાનો સંદેશો આપશે 1 - image


સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે ૨૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટિવલમાં નૃત્ય, સંગીત, નાટક, કળા, સાહિત્ય અને રમતગમત જેવા ક્ષેત્રોમાં વિવિધ સ્પર્ધા યોજાશે. હાલમાં કોલેજ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ ફેસ્ટિવલની તૈયારીઓમાં લાગી ગયા છે. સેન્ટ ઝેવિયર્સના કલ્ચરલ ફેસ્ટ 'કારવા-૨૦૧૯' થકી વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક એકતાનો સંદેશો આપવા માંગે છે.

ઝેવિયર્સ ખાતે વંચિત બાળકોના સામાજિક ઉત્થાન અને દિવ્યાંગ બાળકોની સેવા માટે ચાલતી સંસ્થાઓ 'ઉત્કર્ષ' અને 'જાગ્રત' દ્વારા તથા કારવા- ૨૦૧૯ દ્વારા કોલેજ કક્ષાએ દરેક વ્યક્તિને એકસરખું સન્માન આપવાની અને પરસ્પર સ્વીકૃતિ કેળવવાની ભાવના વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલથી ઉજાગર કરશે. કારવા-૨૦૧૯ દરમિયાન પ્રસ્તુત થનારી કલાકૃતિઓ થકી સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સૌંદર્ય પ્રદર્શિત કરવામાં આવશે.

Tags :