વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને તેના રહેવાસીઓ અને યાદો જીવંત બનાવે છે
આલિઔંસ ફ્રોન્સેઝમાં ટૉક સિરિઝનું આયોજન
આલિઔંસ ફ્રોન્સેઝ અમદાવાદ અને ધ અમદાવાદ પ્રોજેક્ટ 'અમદાવાદ પારલોન્સ' સાથે કોલોબ્રેશન કર્યું છે. જેના અંતર્ગત અમદાવાદના વિવિધ પાસાંઓ વિશે ત્રણ દિવસની ટૉક સિરિઝનંુ આયોજન કરવામાં આવ્યું છે. જેના પહેલાં દિવસની થીમ 'વ્હોટ ડઝ ધ સિટીઝન ટુ મીટ' રહી હતી, જેમાં હોવર્ડ સ્પોડેક, બકેરી ગુ્રપના પાવન બકેરી, જીજ્ઞાા દેસાઇ, આલિઔંસના ડાયરેક્ટર ગેઇલ કેરગુન્સ અને મધીશ પરીખ ઉપસ્થિત રહ્યાં હતા. આ ટૉક ઓપન ફોર ઓલ રખાઇ છે.
અમદાવાદ સિટી ઇકોનોમિકલી વાઇબ્રન્ટ સિટી છે
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જો મળ્યો તો આ શહેર માટે મેસેજ હતો કે હવે આ શહેરની સંભાળ લેવી પડશે અને તેને થોડંુ મોડર્નાઇઝ કરવું પડશે. આની વર્લ્ડ હેરિટેજ સાઇટ વિઝિટીંગ વેલ્યુ નક્કી કરી રહી છે. હેરિટેજ સિટીમાં દરેક અહીંની વિઝ્યુઅલ બ્યુટી આર્કિટેકચર, મોન્યુમેન્ટ અને શહેરના વિવિધ પાસાંઓને જોઇ રહ્યાં છે પરંતુ આ શહેરને અહીનાં રહેવાસીઓ અને તેમની યાદો જીવંત બનાવે છે. આ લિવિંગ સિટી છે અને આ ઇકોનોમિકલી વાઇબ્રન્ટ સિટી છે. - જીજ્ઞાા દેસાઇ, સેપ્ટ પ્રોફેસર