Get The App

નાની ઇમારતોમાં RCC કરતા કોન્ફિનેડ માસોનરી કન્સ્ટ્રક્શન સરળ અને સુરક્ષિત

IIT ખાતે કોન્ફિનેડ માસોનરી પર વર્કશોપ યોજાયો

Updated: Mar 15th, 2019

GS TEAM


Google News
Google News
નાની ઇમારતોમાં RCC કરતા કોન્ફિનેડ માસોનરી કન્સ્ટ્રક્શન સરળ અને સુરક્ષિત 1 - image

આઇઆઇટી ગાંધીનગર ખાતે કોન્ફિનેડ માસોનરી પર વર્કશોપ યોજાવામાં આવ્યો હતો, વર્કશોપમાં ભારત અને નેપાળના ૨૦ રિસર્ચર અને એન્જિનિયર જોડાયા હતા. વર્કશોપના મુખ્ય મુદ્દાઓ તરીકે કોન્ફિનેડ માસોનરી કનસ્ટ્રક્શન વિશે વૈશ્વિક પહેલ, સીએમ કનસ્ટ્રક્શન વિશે ભારતમાં થયેલા રિસર્ચ અને ડેવલપમેન્ટ અને સીએમ કનસ્ટ્રક્શન વિશે નેપાળના પગલાને ધ્યનમાં લેવામાં આવ્યા હતા.

વિવિધ રિસર્ચ પરથી તારણ કાઢવામાં આવ્યું હતું કે, નાની ઇમારતો માટે રેઇન ફોર્સ કોંક્રિટ કનસ્ટ્રક્શન ટેકનોલોજી કરતા કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજી પ્રમાણમાં સસ્તી, ટકાઉ અને સુરક્ષિત છે. આઇઆઇટી ગાંધીનગરમાં સ્ટુડન્ટસ હોસ્ટેલ, સ્ટાફ અને પ્રોફેસરના મકાનો કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યા છે. ભારતમાં આટલા મોટા સ્કેલ પર કોન્ફિડેન્ટ માસોનરી ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલું આ પહેલું બાંધાકામ છે.

કોન્ફિનેડ માસોનરી કનસ્ટ્રક્શન વિશે

કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજી ધરતીકંપ સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી છે. ધરતીકંપ સમયે કોંક્રિટનો વજન દિવાલો પર આવતો હોવાથી દિવાલો નબળી પડે છે. પરંતુ કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજી રેઇનફોર્સ કોંક્રિટ કનસ્ટ્રક્શન (આરસીસી) કરતા વજનમાં હળવી હોય છે. તેથી ધરતીકંપ સમયે નાની ઇમારતોમાં કોન્ફિનેડ માસોનરીનું બાંધકામ વધારે ફાયદાકારક છે.

આજેથી ઇગ્નાઇટ ૫.૦ ટેકનિકલ ફેસ્ટિવલ

આઇઆઇટી ખાતે ૧૬ અને ૧૭મી માર્ચ દરમિયાન ઇગ્નાઇટ ૫.૦ ઇન્ટ્રા-ઇન્સ્ટિટયૂટ ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, ટેકનિકલ ફેસ્ટિવલની થીમ 'ટેકનોલોજી ફોર ફ્યુચર' રાખવામાં આવી છે. જેમાં સ્ટુડન્ટસ ઇનોવેશનના પ્રદર્શન સાથે વિવિધ કોમ્પિટિશન પણ યોજાશે.

Tags :