Get The App

વિચારો અને ભાવનાઓ આધારિત થિયેટરનાં 96 સ્ટેજનાં મોડેલ બનાવ્યાં

ગુજરાત કોલેજમાં 'નાટયમંચ' ડિઝાઇન વર્કશોપ યોજાયો

Updated: Aug 28th, 2019

GS TEAM

Google News
Google News
વિચારો અને ભાવનાઓ આધારિત થિયેટરનાં 96 સ્ટેજનાં મોડેલ બનાવ્યાં 1 - image

ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના નાટયવિભાગ દ્વારા નાટય તાલીમ લેતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નાટકમાં સેટ ડિઝાઇનનું મહત્વ દર્શાવતો ૨૫ દિવસનો સેટ ડિઝાઇન વર્કશોપનું આયોજન નાટયવિભાગના પ્રધ્યાપક રવિ ઉઘરેજિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો. આ વર્કશોપમાં જોડાયેલા ૨૪ વિદ્યાર્થીઓએ સેટ ડિઝાઇનથી લઇને તેના મોડેલ મેકિંગ સુધીની કામગીરી કરી વિવિધ આકાર અને પ્રકારોના રંગમંચોના મોડેલ જેમકે, અરેના થિયેટર, થ્રસ્ટ થિયેટર અને પ્રોસેનિયમ થિયેટર તથા કોઇ એક નાટકનો આધાર લઇને તેના આધારે નાટકની દ્રશ્યરચના સાથે મોડેલ બનાવ્યુ અને વર્કશોપના અંતે ૨૪ વિદ્યાર્થીઓએ ૯૬ મોડેલનું નિર્માણ કર્યું અને તેને એક્ઝિબિટ કર્યા હતા. 

કોઇ એક નાટકનો આધાર લઇને નાટકની દ્રશ્યરચના સાથે મોડેલ બનાવ્યું અને વર્કશોપના અંતે 24 વિદ્યાર્થીઓએ 96 મોડેલ બનાવ્યા અને એક્ઝિબિટ કર્યા

'પ્રતિશોધ'ની લાગણી ઉદ્ભવે તે માટે વીંછી આકારનો સેટ તૈયાર કર્યો

સેટની શૈલી- રૂપવાદ અને પ્રતિકવાદનું મિશ્રણ

મારો સેટ જે હારી ગયેલ રાજ્યાના દરબારનું ચિત્ર દર્શાવે છે. સેટમાં પ્રતિશોધની લાગણી ઉદ્ભવે તે માટે વીંછીને ધ્યાનમાં રાખીને રાજદરબાર ઊભો કર્યો છે. પાછળ ઊભી તલવાર પ્રતિકાત્મક છે. વીંછીના રંગ પ્રમાણે બ્લેક કલર અને સેટની લાઇન્સમાં રેડ બોર્ડર આપી છે. આ સેટ બનાવવા બે દિવસનો સમય થયો હતો. સેટની ઇમ્પેક્ટ વીંછી જેવી આવે છે.-ઉદિત પાઠક 

સેટ મનુષ્ય અને ઇશ્વર સાથેનો સંઘર્ષ દર્શાવે છે

સેટની શૈલી- શૌર્યનું પ્રતિક

મારો સેટ ફોર્મોલાઇઝ છે. એકાંકી અને ફૂલ લેન્થ નાટકમાં આ સેટ વપરાય છે. આ સેટ મનુષ્ય અને ઇશ્વર સાથેનો સંઘર્ષ દર્શાવે છે. ત્રણ દિવસમાં ઊભા કરેલા આ સેટમાં રોસ્ટમ, લેવલ અને ચોરસા જેવા પ્રોપ્સનો ઉપયોગ કરાયો છે. સેટમાં ઓરેન્જ કલર આપવામાં આવ્યો છે જે શૌર્યનું પ્રતિક છે અને બ્રાઉન કલર સમાજનો રંગ દર્શાવે છે. આ સેટ એક્ટિંગ દ્વારા લોકલ લાઇફને દર્શાવવા માટે બેસ્ટ છે.-દેવલ વ્યાસ

ગ્રીક એરાના ઇટાલીયન થિયેટરને ધ્યાનમાં રાખી સેટ બનાવ્યો

સેટની શૈલી-વાસ્તવવાદ

૧૫૦૦ની સાલમાં વિલિયમ શેક્સપિયરે લખેલા નાટક રોમિયો-જુલિયેટને ધ્યાનમાં રાખીને સેટ ઊભો કર્યો છે, જેમાં ગ્રે કલર વાપર્યો છે જે નકારાત્મક અને હકારાત્મક વાતને સુચવે છે. સેટમાં વર્ટિકલ્સ લાઇન્સ સાથે બહુમાળી બિલ્ડિંગ દર્શાવવામાં આવી છે. સેટ બનાવતા ગ્રીક એરાના ઇટાલીને ધ્યાનમાં રાખ્યું છે અને રોમિયો-જુલિયેટની રોમાન્સ અને પ્રેમની સુખદ પરિસ્થિતિનો જે દુઃખદ અંત આવે છે તે દર્શાવતો પર્મેન્ટ અને રિયાલિસ્ટિક સેટ બનાવ્યો.-ધવલ રાજવંશ

માણસની ભીતરમાં રહેલી ગૂંચને દોરીની ગૂંચ દ્વારા દર્શાવી છે

સેટની શૈલી- મૂંઝવણ 

મારા સેટની થીમ- મૂંઝવણ છે. વર્તમાન સમયમાં માણસની ભીતરમાં જે ગૂંચ રહેલી હોય છે તેને મેં સેટની લાઇન્સમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સેટમાં પાછળની બાજુ દોરીની ગૂંચ બતાવી છે. માનવી જે મુંજવણ વ્યક્ત ન કરી શકે તે દર્શાવવા માટે આ મિનિમમ અને પર્મેન્ટ સેટ પરફેક્ટ છે. જે ખૂબ સુંદર પ્રસ્તુતિરૃપ છે.-અનિલ પંચાલ


Tags :