મુંબઇ અને બેંગ્લોરમાં જોવા મળતા 'ઇમ્પ્રુવ શૉ' ગુજરાતી થિયેટર માટે મોટી તક ઊભી કરશે
'હેલિકોપ્ટર ઇલા', 'ધડક' અને' ભારત' ફિલ્મમાં કામ કરનાર યંગ એકટ્રેસ જ્હાનવી દવેનો ઓરોબોરસ થિયેટરમાં વર્કશોપ યોજાયો
કોન્ફિડન્સ, કન્વર્ઝેશન સ્કિલ અને માઇન્ડને શાર્પ કરવા માટે ઇમ્પ્રુવ થિયેટર ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. ઇન્ડિયામાં છેલ્લા ૧૦ વર્ષથી જ આના શૉ અંગે વાત થઇ રહી છે. ઇમ્પ્રુવ શૉ અત્યાર સુધીમાં માત્ર મુંબઇમાં થતા અને હવે બેંગ્લોરમાં પણ થઇ રહ્યા છે. આ કોમેડીનું એક નવું માધ્યમ છે. તેથી આ અંગે વધુ જાગૃતતા કેળવાય યંગ જનરેશન આ ફોર્મ અંગે જાણે અને તેમાં રસ લેતી થાય તે માટે છેલ્લા ૧૨ વર્ષથી બોમ્બેમાં સ્થાયી થયેલા અને હેલિકોપ્ટર ઇલા, ધડક અને ભારત જેવી ફિલ્મમાં કામ કરનાર યંગ એક્ટ્રેસ જ્હાનવી દવેએ 'ઇમ્પ્રુવ થિયેટર' વિષય પર વર્કશોપ લીધો હતો. જે દરેક માટે ઓપન ફોર ઓલ હતો. આ અંગે વાત કરતા જ્હાનવીએ કહ્યું કે, જેટલા પણ ઇન્ટરનેશનલ કોમેડિયન તમે જુઓ છો અને આ ઉપરાંત એવા કોમોડિયન્સ કે જેમનું કામ તમને પસંદ પડે છે તે તમામ ઇમ્પ્રુવ થિયેટરમાં ટ્રેઇન થયેલા છે. આ થિયેટર સ્ક્રિપ્ટેડ ન હોવાથી આમા તમારી આવડત લોકો સમક્ષ છતી થઇ જાય છે.
ઇમ્પ્રુવ થિયેટર શું છે?
ઇમ્પ્રુવાઇઝેશન અથવા ઇમ્પ્રુવ એ જીવંત થિયેટરનું એક સ્વરૃપ છે, જેમાં પરફોર્મરે ઓડિયન્સ પાસેથી અભિપ્રાય લેવાના હોય છે અને ઓન ધ સ્પોટ પાત્રો, ડાયલોગ્સ, સિન અને સ્ટોરી ઊભા કરવાના રહે છે. આ ફોર્મમાં પરફોર્મન્સ આપતા પહેલા કોઇ જ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી આ અનસ્ક્રીપ્ટેડ અને અનરિવર્ઝ ફોર્મ છે. આના બે પ્રકાર છે, શોર્ટ ફોર્મ ઇમ્પ્રુવ અને લોંગ ફોર્મ ઇમ્પ્રુવ જેનાથી કોમેડીનો ઉદ્ભવ કરી કરી શકાય છે.
આર્ટની ક્વોલિટી સુધારવા નવા ફોર્મને સ્વીકારવા જરૂરી
આ આર્ટ વિશે લોકોને જેમ જેમ ખબર પડશે તેઓ તેના તરફ આકર્ષાશે. આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ રહી છે. આર્ટની ક્વોલિટી સુધારવી હોય તો આપણે અવનવા ફોર્મને સ્વીકારવા જરૃરી છે. આ ઇન્ડસ્ટ્રીમાં જે સતત નવું નવું કામ કરવા માગે છે અને પોતાની જાતને ઇમ્પ્રુવ કરે છે તેના માટે ઇમ્પ્રુવ થિયેટર મોટી તકો ઊભી કરી શકે છે. જો આર્ટિસ્ટ પાસે આ આર્ટ હોય તો ઓડિયન્સ હંમેશા સારું અને નવું અપનાવવા માંગતા હોય છે.- જ્હાનવી દવે, એક્ટર