ઇન્ટરનેટ ઓફ થિંગ્સને ધ્યાનમાં રાખી2020 સુધીમાં 100 સ્માર્ટસિટી બનાવવાનો ટાર્ગેટ
જીઆઇટી ખાતે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આઇઓટી વિષય પર વર્કશોપ
ગાંધીનગર ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (જીઆઇટી) ખાતે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) વિષય પર જીઆઇટી અને ગુજકોસ્ટનાં સંયુક્ત ઉપક્રમે વર્કશોપનું આયોજન કરાયું હતું. વર્કશોપમાં ઇ.સી. ડિપાર્ટમેન્ટ અને બીજી એેન્જિ. કોલેજના સ્ટુડન્ટસ અને ફેકલ્ટી પ્રોફસર પાર્ટીસિપેન્ટ થયા હતા. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વર્કશોપમાં મુખ્ય સ્પીકર તરીકે બેંગ્લોરના ડેટા સાયન્ટિસ રોહિત પ્રજાપતિ હાજર રહ્યાં હતા. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વિશે રોહિત પ્રજાપતિએ કહ્યું કે, આવનારા સમયમાં ડેટા સાયન્સનું આગવું મહત્વ હશે અને દરેક વ્યક્તિ માટે ડેટા સાયન્સ ખૂબ જરૃરી હશે.
ઇન્ટરનેટ ઓફ િંથંગ્સને ધ્યાનમાં રાખી ભારત સરકારે ૨૦૨૦ સુધીમાં ૧૦૦ સ્માર્ટસિટી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ડેટા સાયન્સમાં સ્ટુડન્ટસ પોતાની શૈલીનો ઉપયોગ કરીને નવા પ્રોજેક્ટ તૈયાર કરીને સમાજના વ્યકિતઓની સમસ્યાઓનું સમાધાન કરી શકાય તેવી કામગીરી કરવી જોઇએ. આ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ વધુ સ્માર્ટ વર્ક કરી શકશે.
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજીમાં સેન્સર ધરાવતા જુુદા જુદા ઓબ્જેક્ટ્સ, ઇન્ટરનેટ સાથે કોમ્પ્યુટેશનલ ડિવાઇસ અને કનેક્ટિવિટીને એકબીજા સાથે જોડીને માહિતીનું આદાન-પ્રદાન કરવાનું કામ કરે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સની મદદથી નવી એપ્લિકેશન બનાવીને સ્ટુડન્ટસ પોતાના અભ્યાસની સાથે બીજાને મદદ કરી શકે છે. વર્કશોપમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટસ તેમજ ફેકલ્ટી પ્રોફેસર હાજર રહ્યાં હતા.