ચાર વર્ષના અયાનની યાદશકિત, મેથ્સ, સ્પિરિચ્યુલ નોલેજ અને સ્પોર્ટ્સની પ્રતિભાથી ઓસ્ટ્રેલિયનો દંગ
WONDER KID અયાન શાહનો ઓસ્ટ્રેલિયામાં સેલિબ્રિટી જેવો ક્રેઝ
બાળકોમાં જન્મજાત પ્રતિભા હોય તેવા જિનિયસોના ટેલેન્ટ રિઆલિટી શૉ તો હવે ટીવીમાં ખૂબ લોકપ્રિય બનતા જાય છે. ગુજરાતના બાળકો અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં સ્પેલિંગ, શબ્દભંડોળ અને ગાણિતિક સ્પર્ધાઓમાં ઝળકતા રહ્યાં છે. ઓસ્ટ્રલિયાની ટીવી ચેનલ નાઇનએ તેની વિવિધ સિદ્વિઓને જીવંત પ્રસારણ દ્વારા જ દર્શકો સમક્ષ મૂકતા તેને 'પીન્ટ સાઇઝ જિનિયસ' બિરૃદ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં અયાન દિવાળી વેેકેશન વિતાવવા તેના માતાપિતા સાથે આવ્યો હતો. અહીંની ઉજવણી ફટાકડા અને માહોલ જોઇ તેને અમદાવાદ છોડવું ગમતું ન હતું.
100 દેશોના નામ તેના રાષ્ટ્રધ્વજ જોઇને કહી દે, તેની રાજધાની પણ જણાવે
મૂળ અમદાવાદના માતા હેમાલીબેન અને પિતા મિલનભાઇ રસિક શાહના ૪ વર્ષના પુત્ર અયાન શાહ આવો જ 'વન્ડરકિડ' છે. હાલ તેઓ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે પણ ત્યાની ટીવી ચેનલો, અખબારો અને પ્રતિભાખોજ સ્પર્ધાઓમાં તે સેલિબ્રિટીની જેમ છવાઇ ગયો છે. અયાન આટલી નાની વયે વિશ્વના ૧૦૦ દેશોના નામ તો તેનો રાષ્ટ્રધ્વજ બતાવતા કહી શકે છે પણ જે તે દેશની રાજધાનીના નામ પણ પલકવારની રાહ જોયા વગર જણાવી દે છે. પ્રવાસ અને માતાપિતાની કેળવણીથી તેની પ્રતિભા ખીલતી જાય છે.
ગણિતમાં પણ બાળપંડિત
અયાનની સિદ્ધિ માત્ર આટલેથી જ નથી અટકતી પણ તે ગણિતના કોષ્ટક, જુદા-જુદા માપનું અન્ય માપ પદ્ધતિમાં રૃપાંતર, દશાંક, વર્ગ,વર્ગમૂળ, પાઇ-ત્રિજ્યા સુધીના ઉકેલ લાવી શકે છે.
ડાન્સમાં પણ દબદબો
અયાનની બહુમુખી પ્રતિભા એ હદે છે કે તેની એજ કેટેગરીમાં તે વિજેતા બને છે. જાણીતા કોરિયોગ્રાફર શામક દાવર પણ તેનું પરફોર્મન્સ જોઇ દંગ થઇ ગયા હતા.
જૈન ધર્મના અઘરા શ્લોકો કંઠસ્થ
આર્યનની યાદશકિત, ગ્રહણશકિત-નિરીક્ષણ શકિત તીવ્ર છે. તેને જૈન ધર્મના અઘરા ઉચ્ચારોના ૨૦ લાંબા શ્લોક કંઠસ્થ છે. અયાન સ્વિમિંગમા ત્રણ જૂનિયર લેવલ ટેસ્ટ પૂરા કરી ચૂક્યો છે અને માર્શલ આર્ટની પણ ટ્રેનિંગ લઇ રહ્યો છે.