Get The App

Women scavengers at piranha dumping site at risk of life-threatening illnesses

કેન્સર, ટી.બી., હૃદયરોગ, ફેફસાંની ગંભીર બીમારીઓનો ખતરો તોળાઈ રહ્યો છે

Updated: Apr 7th, 2023

GS TEAM

Google News
Google News

ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂઓલોજીની વિદ્યાર્થિની દિવ્યા ફૂલવાણીએ 'ટુ સ્ટડી એક્યુપેસન રીલેટેડ હેલ્થ હેઝાર્ડઝ ઇન રેગ પીકર્સ ઓફ અમદાવાદ' વિષય પર સંશોધન કર્યું

Women scavengers at piranha dumping site at risk of life-threatening illnesses 1 - imageશહેરમાં રહેલા પીરાણા ડમ્પિંગ સાઇટની આજુબાજુના વિસ્તારમાં રહેતી શ્રમજીવી મહિલાઓ આ સાઇટ પર રિ-સાયકલ વસ્તુઓને એકત્રિત કરીને તેમાંથી મળતી આવકથી  પરિવારનું ભરણપોષણ કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂઓલોજીના સ્ટુડન્ટ્સ દિવ્યા ફૂલવાણીએ તેના પ્રોફેસર દિવ્યા ચંદેલના માર્ગદર્શન હેઠળ જે સંશોધન  કર્યું છે તેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણતી શ્રમજીવી મહિલાઓને કેન્સર, ટી.બી., હૃદયની બીમારી થવાની શક્યતા વધે છે.

દિવ્યા ફૂલવાણીએ કહ્યું, પીરાણા ડમ્પિંગ સાઇટ પર ઘણો વેસ્ટ કચરો છે. આ વેસ્ટ કચરો વીણવાનું કામ કરતી 18 થી 70 વર્ષની 160 મહિલાઓના બ્લડ અને જિનેટિક ટેસ્ટ કર્યા પછી તેનાથી જાણવા મળ્યું કે આ શ્રમજીવી મહિલાઓને ગંભીર રોગ થવાની શક્યતા વધારે જોવા મળી રહી છે. સમગ્ર દિવસ મહિલાઓ કચરામાંથી રિ-સાયકલ ચીજવસ્તુઓને એકત્રિત કરે છે પરિણામે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. અહીં કચરામાં બાયોડિગ્રેડેબલ અને નોન-ડિગ્રેડેબલ વસ્તુઓ હોય છે જેમાંથી અમુક વસ્તુઓ માટીમાં ભળી જાય છેે પણ તેમાં રહેલું પ્લાસ્ટિક ઓગળતું નથી. જે ઘણીવાર આકસ્મિક લાગતી આગને કારણે વધુ જોખમી બની જાય છે. આથી અહીં શ્રમજીવી મહિલાઓના શ્વાસમાં વધારે પ્રમાણમાં ટોક્સીસ જાય છે અને શરીરમાં વિવિધ રોગ થવાની શક્યતામાં વધારો કરે છે. કચરો વીણતી મહિલાઓની આવક ઘણી ઓછી હોય છે અને તેનાથી માંડ ઘર ચાલતું હોય છે. કચરાની વચ્ચે રહેતી મહિલાઓને દુર્ગંધથી સામાન્ય તાવ, એલર્જીનું પ્રમાણ જોવા મળે છે. આ અમને સંશોધનમાં જોવા મળ્યું હતું. અહીં મહિલાઓ સાથે તેમના બાળકો પણ જોડાય છે જે વધુ જોખમ રૃપ કહી શકાય છે.

 

સ્કિલના અભાવે મહિલાઓ આ કામ સાથે જોડાયેલી છે

Women scavengers at piranha dumping site at risk of life-threatening illnesses 2 - imageસોલિડ વેસ્ટમાંથી રિ-સાયકલ કરતી મહિલાઓને કોઇ સ્કિલ ન હોવાથી તેઓ આ કામ સાથે જોડાયેલી છે. મહિલાઓ સતત એક પ્રવૃત્તિ અને સંયુક્ત કુટુંબને લઇને ભરણપોષણ કરવું ખૂબ અઘરું બની જાય છે અને તેને લીધે તેઓ ત્યાં જ કામ કરવાનું પસંદ કરે છે. મહિલાઓ પોતાના બાળકોને પણ આ કામમાં જોડે છે જેનાથી તેમની આવકમાં વધારો થાય છે. મહિલાઓ પોતાના કામને લઇને બાળકોનું પૂરતું ધ્યાન આપી શકતી નથી.

 


સંશોધનના તારણો

70% મહિલાઓ કોઇના કોઇ રોગથી પીડિત છે

20% મહિલાઓમાં બ્લડ પ્રેશર જોવા મળ્યું

60% મહિલાઓમાં કાયમી માથાનો દુખાવો રહે છે

77% મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે

30% મહિલાઓમાં સ્ટમક ઇન્ફેક્શન

4% મહિલાઓ ્.મ્.ની બીમારીથી પીડિત

14% મહિલાઓમાં સ્કિન ઇન્ફેક્શન છે

Tags :