ટેકનોલોજીમાં પરિવર્તનની સાથે દરેકના ડેટાની પ્રાઇવસી જળવાય તે જરૂરી છે
એએમએ ખાતે ઇન્ટેલ લેબના વાઇસ પ્રેસિડન્ટ અને સિસ્ટમ એન્ડ સોફ્ટવેર રિસર્ચના ડિરેક્ટરના પ્રણવ મહેતાની ટોક
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે 'કરન્ટ ટેકનોલોજી ટ્રેન્ડસ એન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન ઓન સોસાયટી' પર ટૉકનું આયોજન કરાયું હતું. ટૉકમાં ઇન્ટેલ લેબના વાઇસ પ્રેસિડન્ટ અને સિસ્ટમ એન્ડ સોફ્ટવેર રિસર્ચના ડિરેક્ટરના પ્રણવ મહેતા ઉપસ્થિત રહ્યાં હતા. પ્રણવ મહેતાએ ટૉકમાં વાત કરતાં કહ્યું કે, હાલના થોડા વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણાં જ બદલાવ આવ્યા છે, જેમાં ઇન્ટરનેટ ઓફ થીંગ્સ (આઇઓટી) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) એ નવી ટેકનોલોજીનું ઉત્તમ કાર્ય છે. સ્માર્ટફોન અને ક્લાઉડ વચ્ચેનું અંતર ઘણું હોવાથી તે ઇન્ટેલિજન્સ ગણી શકાય તેમ નથી ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેલ્થકેર અને ઓટોમેશનના ક્ષેત્રમાં કામ કરતા થશે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે વધારે મજબૂત થવું પડશે.
એઆઇને પ્રોસેસ કરવા માટે ક્લાઉડમાં ઘણી એનર્જીનો વપરાશ થાય છે. દુનિયાના દરેક દેશોમાં ડેટા સંગ્રહ કરવા માટે ૨૦ ટકા ઇલેક્ટ્રિકલ વીજળીનો વપરાશ થાય છે જે આવનારા સમયમાં પણ વધી શકે છે. વીજળીના વપરાશની સાથે દરેક ડેટાના સંગ્રહની કાર્યક્ષમતામાં વધારો તે જરૃરી છે. દરેક વ્યકિતને પોતાનો ડેટાનો ખોટો વપરાશ થાય નહીં અને ડેટા સિક્યોર છે તેની માહિતી આપવાથી બિઝનેસને વધુ લક્ષ્યાંક સુધી લઇ જઇ શકાય છે. ટેકનોલોજીમાં પરિવર્તનની સાથે દરેકના ડેટાની પ્રાઇવસી જળવાય તે જરૂરી છે.
ડેટા સિક્યોરિટી ન હોવાથી હેકર્સ તેનો લાભ લઇ શકે છે
દરેકનો ડેટા સિક્યોર હોવો જરૃરી છે. જો કંપની ડેટા સાચવી ન શકે તો હેકર્સ તેનો લાભ લઇ શકે છે તેનો ખોટો વપરાશ કરી શકે છે. કંપની ડેટાને સિક્યોર કરી શકે નહીં તો કંપનીને ઘણું નુકસાન થઇ શકે છે અને કંપની પરથી લોકોનો ભરોસો ઓછો થઇ શકે છે.
ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ઇમ્પ્લિકેશન તૈયાર કરવું જોઇએે
બિઝનેસને નુકસાન થાય તેવી ટેકનોલોજીનો વપરાશ કરતા લોકો ડરતા હોય છે. ટેકનોલોજીમાં સતત પરિવર્તન આવતંું રહ્યું છે અને તે આવનારી પેઢીના લોકો તેનો વપરાશ કરીને પોતાનું ભવિષ્ય બનાવશે તેને ધ્યાનમાં રાખીને ઇમ્પ્લિકેશન તૈયાર કરવું જોઇએ.