ઓછું ફંડિંગ હોવાથી સસ્તો અને હળવો રોબોટ બનાવ્યો જેનાથી કોમ્પિટિશનમાં વિજેતા બન્યા
ડીડી રોબોકોન ૨૦૧૯માં એલ.ડી. એન્જિનિયરિંગ વિજેતા બની હવે મોંગોલીયામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી ખાતે યોજાયેલી ડીડી રોબોકોન ૨૦૧૯માં એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના સ્ટુડન્ટસે સૌથી હળવો અને રસ્તો રોબોટ બનાવી વિજેતા બન્યા હતા. કોમ્પિટિશન વિશે વાત કરતા સ્ટુડન્ટસે કહ્યું હતું કે, ગવર્મેન્ટ કોલેજ હોવાથી અમારી પાસે ઓછું ફંડ હોય છે, તેથી અમે ફંડીંગ ને ધ્યાનમાં લઇને સસ્તો અને હળવો રોબોટ બનાવ્યો હતો. કોમ્પિટિશનમાં દેશની વિવિધ કોલેજની ૨૫ ટીમે ભાગ લીધો હતો. કોમ્પિટિશનની ફાઇનલ મેચ નિરમા કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ વચ્ચે રમાઇ હતી. જેમાં એલ.ડી. કોલેજના રોબોટે ૨.૩૦ મિનિટમાં ટ્રેક પૂર્ણ કરતા કોમ્પિટિશનમાં એલ.ડી. કોલેજ વિજેતા જાહેર થઇ હતી. આગામી ઓગસ્ટમાં મોંગોલીયામાં યોજાનારી ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમા એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ દેશનું પ્રતિનિધિત્વ કરશે.
દેશની ૨૫ ટીમમાંથી બંને ફાઇનલિસ્ટ ગુજરાતની
રોબોકોનનું આયોજન એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન દર વર્ષે કરવામાં આવે છે. જ્યારે દિલ્હીમાં યોજાયેલી ડીડી રોબોકોન ૨૦૧૯માં દેશભરની ૨૫ સ્ટુડન્ટસ ટીમે ભાગ લીધો હતો, જ્યારે કોમ્પિટિશનની ફાઇનલ મેચ ગુજરાતની બે કોલેજ એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી નિરમા વચ્ચે યોજાઇ હતી.
એર પ્રેસરનો ઉપયોગ કરવાથી રોબોટનું વજન ૨૪ કિગ્રા રહ્યું
કોમ્પિટિશનમાં દરેક ટીમ દ્વારા ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે રોબોટ રજૂ કરવામાં આવ્યા હતા. કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે રોબોટનું વજન ૫૦ કિગ્રા રાખવાનું હતું. જ્યારે વધે નહીં અને હળવો બને માટે એલ.ડી.ના સ્ટુડન્ટસ દ્વારા એર પ્રેસરનો ઉપયોગ કરવામાં આવ્યા હતો. જેના કારણે રોબોટનું વજન ૨૪ કિગ્રા રહ્યું હતું. સાથે સેન્સરમાં લાઇન ફોલોઇંગ અને કલર સેન્સર સાથે આઈ.આર. સેન્સરનો ઉપયોગ કરાયો હતો.