ક્રિમિનલ લૉનો અભ્યાસ ક્લાસરૂમમાં શક્ય નથી
જીએલએસની લૉ કોલેજના નવા વર્ષ સ્ટુડન્ટસ માટે સાપ્તાહિક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. પ્રોગ્રામના પ્રથમ દિવસે ગુજરાત લૉ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીએ સ્ટુડન્ટસને વકિલાત વ્યવસાય વિશેની કેટલીક વાતો કરી હતી. સુધીર નાણવાટીએ કહ્યું કે, વકિલ પોતાના ક્લાયન્ટ પ્રત્યે વફારદાર હોવા જોઇએ અને કેસના સત્યો વિશેની સંપૂર્ણ જાણકારી પણ હોવી જોઇએ. ક્રિમિનલ લૉનો અભ્યાસ ક્લાસરૃમમાં શક્ય નથી. પરંતુ લૉ લેબોરેટરીમાં તેની જાણકારી મળી શકે છે. લૉ પ્રોફેશનમાં નામ અને પ્રતિષ્ઠા ખૂબ મહત્ત્વની હોય છે. તેથી દરેક સ્ટુડન્ટસે જ્યારે પણ ફિલ્ડમાં કાર્ય કરે ત્યારે પ્રતિષ્ઠાને નુકસાન થાય નહીં તેવા કાર્યો કરવા જોઇએ.
જેન્ડર ઇક્વાલિટી પર સેમિનાર યોજાશે
જીએલએલ લૉ કોલેજમાં ૨૭મી જુલાઇએ 'જેન્ડર ઇક્વાલિટી ઃ ધ સ્કેલ નેવર ગેટ્સ ઇવન' પર નેશનલ સેમિનારનું આયોજન કરાયું છે. સેમિનારમાં પહેલા સેશનમાં વિવિધ ફિલ્ડના સ્પીકર્સની ટોક યોજાશે. ત્યારબાદ બીજા સેશનમાં પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું છે. સેમિનારમાં શહેરના પોલિસ કમિશનર ઉપરાંત હાઇકોર્ટના એડવોકેટ અને એક્સપર્ટ સ્પીકર્સ ઉપસ્થિત રહેશે.