Get The App

પ્રાણીઓના કલ્યાણ અને તેમની રક્ષા માટે કાયદાઓ બને તે જરૂરી

GLS લૉમાં 'વાઇલ્ડ એનિમલ પ્રોટેક્શન' પર વેબિનાર

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
પ્રાણીઓના કલ્યાણ અને તેમની રક્ષા માટે કાયદાઓ બને તે જરૂરી 1 - image

જીએલએસ લૉ ડિપાર્ટમેન્ટના વેબિનારમાં પશુઅધિકાર કાર્યકર્તા, રાજકારણી અને લેખક એવા મેનકા ગાંધીએ કહ્યું કે, દરેક વ્યકિતએ જીવનભર રાષ્ટ્રને મદદરૂપ બનવું જોઇએ. દેશમાં ગુનાહિત પ્રણાલીમાં વિવિધ સુધારાત્મક પરિવર્તનની સાથે મહિલા  સુરક્ષા માટેના કાયદાઓ બન્યા છે ત્યારે પ્રાણીઓના કલ્યાણ અને તેમના જીવની રક્ષા માટે કાયદાઓ બને તે જરૃરી છે. દેશમાં આવેલી વિવિધ લૉ કોલેજોમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ એનિમલ વેલ્ફર વિષયમાં વધુ ધ્યાન રાખીને પશુઓ માટેના કેસો લડવામાં પોતાનો ફાળો આપવો જોઇએ. મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખી હતી.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મત મુજબ 'રાષ્ટ્રની મહાનતા અને નૈતિક પ્રગતિ તેના પ્રાણીઓ સાથેની વર્તણૂક દ્વારા નક્કી કરી શકાય છે. જો કોઇ વ્યકિત પ્રાણીઓ પ્રત્યે કરુણાશીલ હોય તો તે કરુણ વ્યકિત છે. કેમ કે, મનુષ્ય પર થતા દરેક ગુનાઓ પ્રાણીઓ સાથેના દુરવ્યવહારથી શરૃ થયા છે. દરેક વ્યકિતએ માનવું જોઇએ કે, પ્રાણીઓમાં પણ જીવ છે અને કોઇ જીવ સાથે ક્રૂરતાભર્યું વર્તન કરવું તે માનવતા નથી.

દરેક નાનો જીવ આ ઇકો સિસ્ટમનો એક ભાગ છે

આપણું જીવન પણ આપણાથી આગળ છે. આપણા પ્રાણીઓનું રક્ષણ આપણા પોતાના અસ્તિત્વ માટે પણ મહત્વપૂર્ણ છે, કેમ કે દરેક નાનો જીવ આ ઇકો સિસ્ટમનો એક ભાગ છે. કરુણા અને દયાપ્રેમી પ્રાણીઓ પ્રત્યે એક ફ્રન્ટલાઇન કાર્યકર બનીને કામ કરવું જોઇએ. કાયદાશાસ્ત્રમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટે ભારતમાં પ્રાણીઓના દેશના વિવિધ હાલના કાયદાઓ અને પ્રાણીઓની રક્ષણ અને કલ્યાણમાં કેવી રીતે વધુ સુધારાઓ કરીને નવા કાયદાઓ બનાવવા માટેનું સતત માર્ગદર્શન મેળવતા રહેવું જોઇએ. સમાજના લોકોમાં પ્રાણીઓ પ્રત્યેની રહેલી ખોટી માન્યતાઓની સમજ આપીને પ્રાણીઓનું રક્ષણ કરવામાં પોતાનો ફાળો આપવો જોઇએ. -કુ. ગૌરીમૌલેખી, ટ્રસ્ટી, પીપલ્સ ફોર એનિમલ્સ એન્ડ કન્સલ્ટન્ટ, પશુકલ્યાણ બોર્ડ ઇન્ડિયા


Tags :