કોરોના મહામારીથી ડરવાને બદલે ક્રિએટિવિટી સાથે કામ કરીને નવા સ્ટાર્ટઅપ તૈયાર કરવા જોઇએ
ગુજરાત યુનિવર્સિટીમાં 'પોઝિટિવ લીડરશીપ ડયુરિંગ કોવિડ-19' વિશે વેબિનાર
કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 'પોઝિટિવ લીડરશિપ ડયુરિંગ કોવિડ-19' ઓનલાઇન વેબિનાર સિરીઝમાંં સ્ટુડન્ટસને કોરોના મહામારીના સમયમાં ડિજિટલ માર્કેટિંગ, રિસ્કીલિંગ ક્રિએટિવિટી કરીને પોતાના પરિવાર, સમાજ અને અર્થતંત્ર માટે પોતાનો શું ફાળો આપી શકે છે તેની વાત એક્સપર્ટ દ્વારા કરવામાં આવી હતી. વેબિનારમાં કે.એસ. સ્કૂલના ડાયરેક્ટર જયરાજ પંડયાએ 'સમય સે આગે' વિષય પર વાત કરતાં કહ્યું કે, નોવેલ કોરોના મહામારીએ વિશ્વમાં કહેર મચાવ્યો છે.
કોરોનાને લઇને વિશ્વના અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. કોરોના મહામારીને આપણે સ્વીકારીને ચાલવું પડશે. આવા સમયે આપણા દેશના દરેક ક્ષેત્રમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટે કોરોના મહામારીથી ડરવાને બદલે ક્રિએટિવિટી સાથે કામ કરીને નવા સ્ટાર્ટઅપ તૈયાર કરવા જોઇએ. નવા સ્ટાર્ટઅપ શરૃ થવાથી લોકોને રોજગારી મળી રહે છે અને અર્થતંત્રને ફાયદો થઇ શકે છે. કોરોના મહામારીના સમયમાં લોકો ઘરેથી કામ કરતા થયા છે ત્યારે આવનારા સમયમાં ડિજિટલ માર્કેટિંગની દિશામા કામ કરીને રોજગારીની નવી તકો ઊભી કરી શકાય છે. દરેક વ્યક્તિએ કોરોનાના સમયમાં મગજને તણાવમુક્ત બનાવવું જરૃરી છે.