32 ગર્લ સ્ટુડન્ટે IIT-GNમાં રોબોટિક્સ, મશીનરી અને કોમ્યુનિકેશનની તાલીમ લીધી
- ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિજ્ઞાાન જ્યોત કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર ખાતે વિજ્ઞાાન જ્યોત પ્રોગ્રામ ૨૦૧૮નું આયોજન કરાયું હતું. વિજ્ઞાાન જ્યોત કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્લ સ્ટુડન્ટસને સાયન્સ ક્ષેત્રે આગળ લાવવાનો છે. પ્રોગ્રામ અંતર્ગત દેશની ૧૪ ઇન્સ્ટિટયુટને સિલેક્ટ કરવામાં આવી હતી. જેમાં આઇઆઇટી ગાંધીનગરમાં ધોરણ ૧૧ની ૩૨ ગર્લ સ્ટુડન્ટને પ્રોગ્રામ માટે સિલેક્ટ કરાઇ હતી.
વિજ્ઞાાન જ્યોત પ્રોગ્રામમાં સ્ટુડન્ટસને રોબોટિક્સ, ૩ડી પ્રિન્ટિગ અને ટેકનિકલ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્પોર્ટ્સ, યોગા, સ્ટોરીટેલીંગ અને કોમ્યુનિકેશન જેવા વિષયોનું નોલેજ પણ અપાયું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા દર વર્ષે વિજ્ઞાાન જ્યોત કાર્યક્રમનું આયોજન કરાય છે.
વર્કશોપમાં સ્ટુડન્ટસે સફળ પ્રયોગો કર્યા
વિજ્ઞાાન જ્યોત પ્રોગ્રામમાં ૩૨ સ્ટુડન્ટસે સાયન્સ અને ટેકનોલોજીને સમજવા માટે થિયરી સાથે પ્રેક્ટિકલનું નોલેજ મેળવ્યું હોવાથી. આઇઆઇટીમાં યોજાયેલા વર્કશોપમાં રોબોટીક્સ, મશીનરી, મેથ આઉટ ઓફ સ્ટીક જેવા સફળ પ્રયોગો કર્યાં હતા. પ્રોગ્રામમાં આવેલી દરેક સ્ટુડન્ટ સાયન્સ અને એન્જિનિયરિંગમાં મદદરૃપ થાય તેવા વર્કશોપ યોજાયા હતા.
અમે સેલ્ફ ડિફેન્સ અને કોમ્યુનિકેશન સ્કિલ શીખ્યા
પ્રોગ્રામનો ભાગ બનવાથી અમને દરેક વસ્તુ પાછળ રહેલુ સાયન્સ અને મેથ્સ વિશેની જાણકારી મળી છે. અહિયા વર્કશોપમાં અમે જનરેટર, ગ્રાફિક્સ, ઓટોમોબાઇલનું પ્રેક્ટિકલ જાણકારી મેળવી છે. ઉપરાંત અહિ અમે સેલ્ફ ડિફેન્સ, કોમ્યુનિકેશન સ્કિલ પણ શીખ્યા છીએ.
- નિધી અને સિદ્ધિ. સ્ટુડન્ટસ
IIT-GNનાં બે ફેકલ્ટી મેમ્બરને એવોર્ડ અપાશે
આઇઆઇટી ગાંધીનગરનાં બે ફેકલ્ટી મેમ્બર પ્રો. ઉત્તમા લહિરી અને પ્રો. પ્રાચી થરેજાને 'પ્રો. ઇન્દિરા પરીખ ૫૦ વિમેન ઇન એજ્યુકેશન લિડર'નો એવોર્ડ એનાયત કરાશે. એવોર્ડ સેરેમની ૫મી જુલાઇએ મુંબઇમાં વર્લ્ડ એજ્યુકેશન કોગ્રેસ ખાતે યોજાશે. સેરેમનીનો ધ્યેય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને ક્વોલિટી એજ્યુકેશન પરનો રહેશે.