36 કલાકમાં રીયલ ટાઇમ પ્રાઇઝ દર્શાવતી ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન બનાવી
વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર વિભાગ બીજા વર્ષના સ્ટુડન્ટસે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ હેકાથોન અંતર્ગત સરળ ટ્રાન્સપોર્ટેશન માટે એપ્લિકેશન બનાવી ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. વીજીઇસીના સ્ટુડન્ટસ ટીમ સુનિલ, આર્કેશ, ધુ્રમિન, નિધિ, સેલ્વી, કલગી, હાર્દિક અને આનલ દ્વારા રીયલ ટાઇમ કિંમત બતાવતી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટેની એપ્લિકેશન બનાવી હતી. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવા માટે સ્ટુડન્ટસે ૩૬ કલાકમાં ગ્રાહક અને વેપારી માટે બે એપ્લિકેશન તૈયાર કરી હતી. એપ્લિકેશન બનાવવા માટે ૩૬ માંથી ત્રણ કલાકનો આરામ લીધો હતો.
ઇન્ડિવિઝ્યુઅલ લોકોને એક પ્લેટફોર્મ પર લાવ્યા
હેકાથોનમાં આપવામાં આવેલા વિવિધ વિષયોમાંથી વીજીઇસીના સ્ટુડન્ટ ટીમ દ્વારા લોજિસ્ટીક પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં સ્ટુડન્ટસે લોકલ લેવલે કામ ઇન્ડિવિઝ્યુઅલ કામ કરતા લોકોને એક પ્લેટફોર્મ લાવી સિસ્ટમને વધારે સરળ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. સ્ટુડન્ટસ દ્વારા માત્ર ૩૬ કલાકના સમયમાં રિસર્ચ કરવા સાથે એપ્લિકેશન બનાવાઇ હતી.