આવનાર સમયમાં ડિગ્રી કરતા ક્રિએટિવ લોકોની માંગ વધશે
કે.કે. શાહ જરોદવાલા સાયન્સ કોલેજ ખાતે વેકેશન દરમિયાન નિયમિત રીતે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની બેચ ચાલી રહી છે, જેમાં છેલ્લા એક મહિનાથી પર્સનાલિટી ડેવલપમેન્ટ, ટીમ વર્ક અને લીડરશીપ જેવા મુદ્દાઓ પર ઇન્ટરેક્ટિવ સેશન યોજાયા છે આ ઉપરાંત ત્રણ દિવસ માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ એવા ત્રણ પ્રેક્ટિકલ વર્કશોપ યોજાયા, જેમાં વિદ્યાર્થીમાં ભાવનાત્મક, રચનાત્મક અને બુધ્ધિમત્તાનું પ્રમાણ કેટલું છે તેનો સિનારીયો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ માટે મેન્ટોર શ્રેયા પરીખે વિદ્યાર્થી સામે અલગ અલગ પરિસ્થિતિ મૂક્યા હતી. આ સંજોગોમાં તેમની પ્રતિક્રિયા શું હોય છે તેને આધારે કેસ સ્ટડી કર્યું હતું. આ વર્કશોપમાં ૬૦ જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.
જે પરિસ્થિતિથી વિપરીત વિચારીને કંઇક કરે છે તેનું ક્રિએટિવિટી લેવલ ઊંચું હોય છે
જીવનના દરેક તબક્કે હાર માનવાને બદલે તેમાંથી પ્રેરણા લઇ વધારે સારું કામ કરવું જોઇએ. તમારે તમારી જાતનું એનાલિસીસ કરવું જોઇએ કે તમે કેવા સંજોગોમાં કેવી રીતે વર્તન કરો છો. ક્રિએટિવિટીની વાત કરીએ તો આવનારા સમયમાં ડિગ્રી કરતા ક્રિએટિવ માઇન્ડની માંગ વધારે હશે. દુનિયામાં રીવોલ્યુશન અને ઇવેલ્યુએશન થતુ જ હોય છે. પણ, જે વ્યક્તિ કોઇ અલગ રીતે વિચારીને લોકો કરતા કંઇક અલગ અને નવુ કરે છે તેનું ક્રિએટિવિટી લેવલ ઊંચું હોય છે.- શ્રેયા પરીખ