વસ્ત્રાપુરમાં નિયમિત ટેબલટેનિસ રમતા 'ટી.ટી.' ગ્રુપના સિનિયર સિટીઝનની અનોખી વાત
સતત કામમાં વ્યસ્ત રહેતી વ્યક્તિ જ્યારે રિટાયર્ડ થઇ જાય છે ત્યારે સાવ નવરા થઇ ગયા હોય એવો અહેસાસ તે કરે છે. આ બધાની વચ્ચે અમુક એવા લોકો પણ છે જે ભાંગી જંજાળ.. સમજીને જીવનમાં જાણે બીજી ઇનિંગની શરૃઆત કરતા હોય એમ અધૂરાં રહી ગયેલા શોખને પૂરા કરી હેલ્ધી અને હેપ્પી લાઇફ જીવવાનું શરૃ કરે છે. તો આવા જ એક ગુ્રપ 'ટી.ટી.'ની આજે આપણે વાત કરીશું.
'એવર ગ્રીન ટેબલ ટેનિસ'નામનું ગુ્રપ છેલ્લાં નવ વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે. આ ગુ્રપની શરૂઆત ૮-૧૦ પ્લેયરથી થઇ હતી. ધીરે ધીરે એમાં વધારો થતો ગયો અને સિનિયર સિટીઝનની સાથે ચાલીસી વટાવેલા પ્લેયર પણ જોડાતા ગયા. હાલમાં આ ગુ્રપમાં આશરે ૨૪ સભ્ય છે અને ચાર દાયકાથી માંડી આઠ દાયકા વટાવી ચૂકેલા લોકો છે. એમાંના મોટાભાગના લોકો ૩૬૫ દિવસ સવારે ૮થી ૯ ટેબલ ટેનિસ રમવા અચૂક આવે છે.
એકમકને ક્વોલિટી ટાઇમ આપી શકીએ છીએ
૬૫ વટાવી ચૂકેલ દંપતી કહે છે, 'અમે બંને અમારી સોશિયલ એક્ટિવીટીમાં ડૂબેલા રહેતાં હતાં. એકબીજાને ક્વોલિટી ટાઇમ આપી શકતાં નહોત. છેલ્લાં પાંચ વર્ષથી અમે સાથે ટી.ટી રમીએ છીએ. તેનાથી એકમેક સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ થાય છે અને અમે હેપ્પી રહીએ છીએ, ટી.ટીથી આંખ અને મગજની કસરત થાય છે અને આખો દિવસ ફ્રેસ રહેવાય છે.દ મીનળબહેન કહે છે, 'મને બ્રેસ્ટ કેન્સર થયું હતું એમાંથી બહાર નીકળવામાં ટી.ટીને લીધે મને ઘણો સપોર્ટ મળ્યો છે. હું ખેલ મહાકુંભ અને અમદાવાદમાં જ્યારે ટુર્નામેન્ટ રમાય ત્યારે રમવા જઉં છું.' - મીનળબહેન અને જતીનભાઇ શેઠ, સોશિયલ વર્ક, મેમનગર
નેશનલ લેવલે અનેક ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે
૬૪ વર્ષના જ્યોત્સનાબહેન ૩૦ વર્ષથી ટેબલ ટેનિસ રમે છે. તેઓ સ્ટેટ લેવલે બ્રોન્સ, સીલ્વર અને ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે. આ ઉપરાંત ડબલમાં પણ ગોલ્ડ મેળવ્યો છે. તેઓ કહે છે,'મેં ૩૮ વર્ષની ઉંમરે જોબની સાથે ટી.ટી રમવાનું શરૃ કર્યું હતું. આજેય નિયમિત રમુ છું. ૮ વર્ષથી મારા હસબન્ડે પણ રમવાનું શરૃ કર્યું છે. અમે લોકલ ટુર્નામેન્ટમાં અને ખેલ મહાકુંભમાં તો ભાગ લઇએ જ છીએ, નેશનલ લેવલે પણ રમીએ છીએ. અમારું ગ્પ પણ સરસ છે તેથી રમવાની સાથે એન્જોયમેન્ટ કરીએ છીએ.' - જ્યોત્સનાબહેન, ડો.રાગેશભાઇ જોશી રિટાયર્ડ ગર્વમેન્ટ ઓફિસર, થલતેજ
છ વખત સ્ટેટ લેવલે ટુર્નામેન્ટ રમવા ગયો છું
'સ્વીમિંગ કરતાં કરતાં મિત્ર સાથે મિત્રતા કેળવાઇ, તે ટેબલ ટેનિસ પણ રમતો હતો. તેને ટેબલ ટેનિસ રમતા જોઇને મને એમાં રસ પડયો અને મેં ટી.ટી રમવાનું શરૃ કર્યું. ૭૪ વર્ષે સ્વીમિંગ અને ટી.ટી બંને સાથે કરવું મારા માટે શક્ય નહોતું. તેથી સ્વીમિંગ છોડી ટીટીમાં ઝંપલાવ્યું., તો છેલ્લાં ૮ વર્ષથી નિયમિત રમું છું. છ વખત સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ રમવા ગયો છું. મને ડાયબિટીસ અને બીપી છે પણ રમવાથી બંને કન્ટ્રોલમાં રહે છે.' - ભરત પટેલ, રિટાયર્ડ બેંક મેનેજર, મેમનગર
૬૦ વર્ષે મોબાઇલ શીખી શકાતો હોય તો મનગમતી ગેમ કેમ નહીં?
'મને રિટાયર્ડ થયાને ૨૦ વર્ષ થયા. એ દરમિયાન એન્જોપ્લાસ્ટ અને બાયપાસ બંને કરાવેલા છે. આ ઉપરાંત શરીરમાં નાના-મોટા બીજા ઘણા પ્રોમ્બલમ છે. છેલ્લા છ વર્ષથી ટી.ટી રમવાનું શરૃ કર્યું છે ત્યારથી ૭૮ વર્ષનો થયો હોવા છતાં ફિઝીકલી અને મેન્ટલી ફિટ રહેવાય છે. રમવાથી જાણે મારી આખી લાઇફ જ બદલાઇ ગઇ છે. સ્ટેટ લેવલે અનેક વખત રમવા ગયો છું. સવારે ટી.ટી રમું છું અને સાંજે ચેસ રમું છું. ૬૦ વર્ષે મોબાઇલ અને કોમ્પ્યુટર શીખી શકાતા હોય તો મનગમતી ગેમ કેમ નહીં?' - કૌશિક પટેલ, રિટાયર્ડ બેંક કર્મચારી, સતાધાર
સ્પોર્ટ્સ સાથે પહેલેથી લગાવ રહ્યો છે
'મને સ્પોટર્સ સાથે પહેલેથી લગાવ રહ્યો છે. કોલેજમાં હતો ત્યારે ચેસ રમતો હતો, બેંકમાં હતો ત્યારે ક્રિકેટની ટીમમાં હતો અને ૬૯ વર્ષે ટેબલ ટેનિસ રમુ છું. ખેલ મહાકુંભમાં રમવા જઉં છું. એમાં ડબલ્સમાં અમદાવાદમાં ત્રીજા નંબરે આવ્યો હતો. નેશનલમાં પણ રમી ચૂક્યો છું. અત્યારે પગમાં તકલીફ હોવાથી ૨૦ દિવસ ડોક્ટરે નહીં રમવાની સૂચના આપી છે પણ મન માનતું નથી એટલે સવારે અમારા ગ્પને મળવા ગ્રાઉન્ટમાં આવી જઉં છું. - હરેશ મહાદેવીઆ, રિટાયર્ડ બેંક કર્મચારી, થલતેજ
અલ્ઝાઇમર જેવી માનસિક બીમારી થતી નથી
'અમારા લોહીમાં સ્પોટર્સ છે. ઘરની દરેક વ્યક્તિ કોઇને કોઇ ગેમ સાથે જોડાયેલી છે. હું પણ સ્કૂલ ટાઇમથી રમતો હતો. પહેલાં ક્રિકેટ, વોલિબોલ, બાસ્કેટ બોલ અને બેડમીન્ટન એમ વિવિધ ગેમ રમી ચૂક્યો છું. પગમાં તકલીફ થવાને કારણે મેં ટેબલ ટેનિસ રમવાનું શરૃ કર્યું. તો આજે ૬૬ વર્ષે પણ રમું છું. ખેલ મહાકુંભમાં ભાગ લેવા જઉં છું. દરેક વ્યક્તિએ રિયાટર્ડ થયા બાદ કોઇને કોઇ ગેમ રમવી જોએ. જો એ રમવા સક્ષમ ન હોય તો ચેસ, કેરમ જેવી ગેમ રમવી જોઇએ, તેનાથી અલ્ઝાઇમર જેવી માનસિક બીમારી થતી નથી. - ભાસ્કર જોશી, ગુરુકુલ
ત્રણ વખત વર્લ્ડ અને અનેક વખત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ચૂક્યા છે
આજે ૮૪ વર્ષની ઉંમરે યુવાનોને પણ શરમાવે એવા સ્ટેમિના સાથે હર્ષદ દાદા ટેબલ ટેનિસ રમે છે. તેઓ અત્યાર સુધી નેશનલ લેવલે પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ૧૦ બ્રોન્સ મેડલ જીતી ચૂક્યા છે. ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ રમી આવ્યા છે. તેઓ કહે છે,'હું જ્યારે જોબ કરતો હતો ત્યારે લેબર વેર ફેરમાં એક્ટિવીટી ચાલતી હતી. કર્મચારીઓને રમવા માટે કંપની ભરપૂર સપોર્ટ કરતી હતી. એ વખતે ટી.ટી કોઇ ખાસ રમતું નહીં અને તે છોકરીઓની ગેમ ગણાતી. અમે ટી.ટી રમીએ એવો અમારી પાસે આગ્રહ રાખવામાં આવ્યો અને તેના વિશે માહિતી આપવા ઉપરાંત તેની તાલીમ આપવામાં આવી. બસ ત્યારથી ટી.ટી રમવાનું શરૃ કર્યું. પણ સંજોગોવસાત રમી શક્યો નહીં. એ શોખને રિયાટર્ડ થયા બાદ પૂરો કર્યો.' - હર્ષદ ખત્રી, રિટાયર્ડ કર્મચારી, સેટેલાઇટ
પાંચ વર્ષથી સ્વીમિંગ અને સાડા ચાર મહિનાથી ટી.ટી રમુ છું
'જ્યારે જોબ કરતી હતી, ત્યારે કામમાં ખોવાયેલી રહેવાને કારણે ક્યારેય સ્પોર્ટ્સ વિશે વિચારવાનો સમય જ નહોતો મળ્યો. પણ રિટાર્ડ થયા બાદ જાણે નવો જન્મ મળ્યો હોય એમ સ્વીમિંગ કરવાનું શરૃ કર્યું. ખેલ મહાકુંભમાં સ્વીમિંગમાં બ્રોન્સ મેડલ મળ્યો. એમાં નેશનલ લેવલ સુધી પહોંચી. સાડા ચાર મહિનાથી ટેબલ ટેનિસ રમવાનું શરૃ કર્યું છે. એમાં નેશનલ લેવલની ટીમ ઇવેન્ટમાં અમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફેમીલી અને સોસાયટીમાંથી મોટીવેશન મળવાને કારણે આજે ૬૭ વર્ષે પણ એક્ટિવ છું.' - અંજના શાહ, રિટાયર્ડ, ડિવિઝનલ મેનેજર (LIC), સેટેલાઇટ
એક્સરસાઇઝની સાથે નિજાનંદ મળે છે
'જ્યારે જોબ કરતાં હોઇએ ત્યારે જવાબદારીઓથી ઘેરાયેલા રહેવાને કારણે પોતાનું મનગમતું કરવા માટે સમય ફાળવી શકાતો નથી. પણ રિયાટર્ડ થયા બાદ સમય અને પૈસો બંને હોવાને કારણે શોખને પૂરા કરી શકાય છે. તેથી મેં ટેબલ ટેનિસ રમવાનું શરૃ કર્યું. રમવાથી એક્સરસાઇઝ તો થાય જ છે પણ નિજાનંદ મળે છે, એટલે ૬૨ વર્ષે પણ હું ફીટ છું. હું હંમેશાં કહું છું કે 'આઇ વીલ ડાય યંગ.' - યોગીન દવે, રિટાયર્ડ BSNL, વસ્ત્રાપુર