'ટેક ક્લબ'થી સિનિયર અને જુનિયર સ્ટુડન્ટસ વચ્ચેનો ડિફરન્ટ દૂર થાય છે
નવગુજરાત કોલેજમાં બે વર્ષથી ચાલતી 'ટેક ક્લબ'માં હાલમાં ૨૨ સ્ટુડન્ટસ જોડાયેલા છે
આજના આધુનિક સમયમાં સ્ટુડન્ટસને શાળાની ચાર દિવાલોની વચ્ચે અપાતા જ્ઞાનની સાથે પ્રેક્ટિલ નોલેજની જરૃરિયાત વધારે હોય છે. ત્યારે નવગુજરાત કોલેજના 'કોમ્પ્યુટર અપ્લિકેશન ડિપાર્ટમેન્ટ'ના સિનિયર સ્ટુડન્ટસ દ્વારા ટેક ક્લબની શરૃઆત કરવામાં આવી છે. ટેક ક્લબમાં હાલમાં એફવાય, એસવાય અને ટીવાયના ૨૨ સ્ટુડન્સ જોડાયેલા છે. સ્ટુડન્ટસ મેમ્બર્સ દ્વારા બે વર્ષથી ટેક ક્લબની શરૃઆત કરવામાં આવી છે. ટેક ક્લબની સ્થાપનાનો મુખ્ય હેતુ સ્ટુડન્ટસને ટેકનિકલ અને નોનટેકનિકલ ઇવેન્ટનું આયોજન કરીને સ્ટુડન્ટસમાં લીડરશીપ, સ્ટેજ ફિયર, કોન્ફિડન્સ તેમજ આધુનિકલ ટેકનોલોજી સાથેનું ભરપૂર જ્ઞાાન મેળવીને કોર્પોરેટ જગતમાં પોતાની જોબ સફળતામાં ઘણી ઉપયોગી બની રહે છે. સપ્તાહમાં એક દિવસ માટે સ્ટુડન્ટસ દ્વારા નોેલેજ સેશનનું આયોજન કરવામાં આવે છે.
દરેક કોલેજમાં આવી ટેક ક્લબની શરૂઆત કરે અમે તેમને મદદ કરીશું
સ્ટુડન્ટસને સ્ટડીની સાથે પોતાના ટેકનિકલ પ્રેઝન્ટેશન માટેની જવાબદારી ઉપાડવાની કામગીરી આપવી જોઇએ. ટેક ક્લબમાં સ્ટુડન્ટસ ટેકનોલોજીની પ્રિપરેશન કરીને તેને સ્લાઇડ દ્વારા બીજા સ્ટુડન્ટસ સામે પ્રેઝન્ટેશન આપે છે. હું માનું છું કે આવી ટેક ક્લબની શરૃઆત દરેક કોલેજમાં થવી જોઇએ અને તેમને ટેક ક્લબ માટેની જરૃરિયાત મુજબની મદદ પણ કરીશું. તેમજ ટેક ક્લબથી કોલેજમાં સ્ટડી કરતા સિનિયર અને જુનિયર સ્ટુડન્ટ વચ્ચેનો ડિફરન્ટ દૂર થાય છે. હું એફવાયથી આ ટેક ક્લબમાં જોડાયો છું અને તેની મદદથી જ અભ્યાસની સાથે મને જોબ પણ મળી ગઇ છે. - મીત ચકરાણી, સ્ટુડન્ટસ