50 વર્ષના ત્રણ મિત્રોએ 10 દિવસમાં મનાલીથી ખારદુંગલા સુધી 550km સાઇકલ રાઇડ કરી

આબુથી ગુરુશિખર સુધી સાયક્લિંગની પ્રેક્ટિસ કરો તો આરામથી ખારદુંગલા સુધીની સાયકલ રાઇડ કરી શકાય છે

પચાસની ઉંમર વટાવી ચૂકેલા અમદાવાદના ક્રિષ્નાબહેન શુક્લ, ડૉ.રીનાબહેન તિવારી અને શીતલભાઇ ભણસાલીએ 10 દિવસમાં મનાલીથી ખારદુંગલા સુધીની 550 કિ.મી.સાયક્લિંગ કરીને અનોખી એડવેન્ચર રાઇટ માણી છે. બિઝનેસ સાથે જોડાયેલા ક્રિષ્નાબહેને કહ્યું કે, લૉકડાઉનમાં મારી ફ્રેન્ડ વૈશાલી પટેલ સાયક્લિંગ કરતી હતી અને સોશિયલ મિડિયામાં પોસ્ટ મૂકતી હતી તેને લીધે મને પણ સાયક્લિંગની ઇચ્છા થઇ હતી અને તેને લીધે હું અને મારા મિત્રો 50 વર્ષની ઉંમરમાં 'રોડ સોલ્જર સાયક્લિંગ' ગ્રુપ સાથે સાયક્લિંગ ક્લબમાં જોડાયા હતા. 10 દિવસમાં મનાલીથી ખારદુંગલા સુધી સાયકલ રાઇડ અમારા ગૂ્રપ માટે એક મોટું અચિવમેન્ટ હતું. અમે પહાડ પર 40 કિ.મી.અને સીધા રસ્તાથી 90 કિ.મી. કાપવાનો ટાર્ગેટ પૂરો કરતા હતા. છેલ્લાં દિવસે લેહથી ખારદુંગલા સુધી મારા પતિ અમિતભાઇ શુક્લ અને ડૉ.રીનાબહેનના પતિ ડૉ.હનીશભાઇ તિવારી પણ બાઇક લઇને આવ્યા હતા.

સાયક્લિંગની શરૂઆત કરી અને સુપર રેન્ડોનિયર બન્યો હતો

અમે ત્રણ મિત્રો મનાલીથી ખારદુંગલા સુધી પહોંચવા માટે ઘણી પ્રેક્ટિસ કરી હતી. હું વિગન જૈન છું અને દૂધમાંથી તૈયાર થતી ચીજવસ્તુઓ જમતો નથી પણ સાયક્લિંગ કરતો હતો ત્યારેે ફિટનેસ જાળવવા માટે થોડા દિવસ હું દૂધની બનાવટની વસ્તુઓ જમ્યો હતો. 2021-22 માં ફ્રેન્ચ ઇન્ટરેનશનલ ઇવેન્ટ દ્વારા આયોજિત 100, 200, 400 અને 600 કિ.મી.સુધીની સાયક્લિંગ પૂરી કરી હતી અને સુપર રેન્ડોનિયર બન્યો હતો જે મારા માટે અમૂલ્ય ક્ષણ હતી. - શીતલભાઇ ભણશાલી

અમે વીકમાં 150 કિ.મી. સાઇક્લિંગ કરીએ છીએ

હું અને મારી મિત્ર ડૉ.રીનાબહેન અને શીતલભાઇ સાથે અમે સપ્તાહમાં ચાર દિવસ 50 કિ.મી. અને દર રવિવારે બોડકદેવથી મોટા ચિલોડા સુધી 100 કિ.મી.સુધી સાયક્લિંગ કરીએ છીએ. - ક્રિષ્નાબહેન શુકલ

યોગ - પ્રાણાયામથી સ્ટેમિના મજબૂત બને છે

સાયક્લિંગની આ ટ્રીપમાં બધા દિવસ વરસાદ વધારે પડયો હતો જેને લીધે શિડયુલ મુજબ ચાલવામાં થોડી તકલીફ પડી હતી. નિયમિત યોગ-પ્રાણાયમ કરવાથી સાયક્લિંગ કરવામાં ઘણી મદદ મળે છે.

City News

Sports

RECENT NEWS