FOLLOW US

આ સોસાયટીઓ પાંચ વર્ષથી છાણાંથી વૈદિક હોળી પ્રગટાવે છે

ગુજરાત સમાચારની પહેલ : પર્યાવરણનું સંરક્ષણ કરીએ... વૃક્ષો કપાતા અટકાવીએ...

Updated: Feb 28th, 2023

ગુજરાત સમાચારની પહેલ :  પર્યાવરણનું સંરક્ષણ કરીએ... વૃક્ષો કપાતા અટકાવીએ...

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. પર્યાવરણનું જતન થાય અને દરેક વ્યકિત સ્વસ્થ જીવન જીવી તે જરૃરી છે. લાકડાંના ઉપયોગથી ઘણી સોસાયટીઓમાં હોળી પ્રગટાવવામાં આવે છે જે પર્યાવરણની સમસ્યામાં વધારો કરે છે ત્યારે ગુજરાત સમાચાર દ્વારા માત્ર છાણાંથી વૈદિક હોળી પ્રગટાવવાની એક પહેલ હાથ ધરાઇ છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ઘણી સોસાયટીઓ છેલ્લાં પાંચ વર્ષથી માત્ર છાણાંથી જ (વૈદિક) હોળી પ્રગટાવીને પર્યાવરણના સંરક્ષણ અને હિન્દુ સંસ્કૃતિની પરંપરાનો અનોખો સંદેશો આપી રહી છે.

વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ બને છે

અમારી સોસાયટીમાં 10 વર્ષથી વૈદિક હોળી પ્રગટે છે. છાણાં અને ઔષધિયો સહિતની સામગ્રીથી વાતાવરણ શુદ્ધ બને છે. વૈદિક હોળી પ્રગટાવવાથી પણ તહેવારની ખૂબ જ સારી રીતે ઉજવણી થઇ શકે છે તે વિશે સોસાયટીના લોકોને સમજાવીને તેમને જાગૃત કર્યા હતા. વૈદિક હોળી પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ પ્રયાસ છે અને તેમાં દરેક લોકો સહભાગી બને તે જરૂરી છે.  - વિનોદ પ્રજાપતિ, આનલ ટાવર ફ્લેટનવરંગપુરા

પર્યાવરણને બચાવવા માટે વૈદિક હોળી જરૂરી

પર્યાવરણને નુકસાન થાય નહીં અને તહેવારને ખુશીથી ઉજવણી થાય તે માટે અમે છેલ્લાં સાત વર્ષથી માત્ર છાણાંથી હોળી પ્રગટાવીએ છીએ. લાકડાની સામે વૈદિક હોળી પ્રગટાવવાથી સમય અને નાણાંની પણ ઘણી બચત થાય છે. લોકોની સુખાકારીને લીધે પર્યાવરણની સમસ્યાઓ થઇ છે ત્યારે તેને બચાવવા માટે વૈદિક હોળી મહત્વનો ભાગ ભજવે છે. - નૈનેશ પટેલ, આર્યમાન બંગલોશીલજ

સતત છઠ્ઠા વર્ષે વૈદિક હોળી પ્રગટાવીશું

વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ થાય છે જેને લઇને અમારી સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવવાની શરૂઆત થઇ છે. સતત છઠ્ઠા વર્ષે અમે સોસાયટીમાં મંત્રોચ્ચાર સાથે વૈદિક હોળી પ્રગટાવવાના છીએ. સોસાયટીના સભ્યો પણ વૈદિક હોળીને લઇને ઘણા ઉત્સાહી છે. વૈદિક હોળીમાં ઉપયોગી ઔષધિયો વાતાવરણમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. વૈદિક હોળીમાં સૌ કોઈ પોતાનો ફાળો આપે છે. - કમલેશ પટેલ, વ્હાઇટ હાઉસનિકોલ

સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવીએ

વૈદિક હોળી આપણી પરંપરા રહી છે ત્યારે અમારી સોસાયટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી એકબીજાના સપોર્ટથી વૈદિક હોળી પ્રગટાવીએ છીએ. વૈદિક હોળીથી પ્રદૂષણ થતું નથી અને ઓછા સમયમાં તહેવારની ઉજવણી પણ કરી શકાય છે. પહેલાં લાકડાંથી હોળી પ્રગટાવતા હતા ત્યારે સોસાયટીના બધા જ લોકોએ મળીને છાણાંથી જ હોળી પ્રગટાવવાનો સંકલ્પ કર્યો છે. - પ્રતીક પટેલ, ગાલા ઔરાસાઉથ-બોપલ

બે સોસાયટી વચ્ચે વૈદિક હોળી પ્રગટાવીએ છીએ

અમારી સોસાયટી દ્વારા પાંચ વર્ષથી છાણાંથી વૈદિક હોળી પ્રગટાવીએ છીએ. અમારી અને બીજી સોસાયટીની વચ્ચે એક વૈદિક હોળી પ્રગટાવીને તહેવારની ઉજવણી કરીએ છીએ. વૈદિક હોળી નવી ઊર્જા આપવાનું કામ કરે છે. અમારા સોસાયટીમાં પાંચ વર્ષથી વૈદિક હોળી પ્રગટાવીએ છીએ.  વૈદિક હોળી પ્રગટાવીને બીજી સોસાયટીને પણ લોકજાગૃતિનું કાર્યમાં જોડવાનું કાર્ય કરીએ છીએ. - દિલીપ પટેલ, ગણેશ સ્કાયલાઇનગોતા

વૈદિક હોળી પર્યાવરણ પ્રેમી બનવા પ્રેરણા આપે છે

2019થી અમારી સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવવાનો કોન્સેપ્ટ શરૂ થયો છે. સોસાયટીની મહિલાઓ બીજા લોકોને પણ સમજાવ્યા અને  છાણાંથી હોળી પ્રગટાવા પ્રેર્યા. વૈદિક હોળીની સાથે સેવ અર્થ-નેચરના સ્લોગનને વધુ સાર્થક કરવાનું કામ કરીએ છીએ. વૈદિક હોળી વ્યકિતના જીવનને પર્યાવરણ પ્રેમી બનવાની પ્રેરણા પૂરી પાડે છે. -મોનાબહેન રંગવાલા, ગ્રીનફિલ્ડ કો.ઓ.હા.સો.લિ. નવરંગપુરા

વૈદિક હોળીને લઇને સભ્યો ઉત્સાહી છે

દરેક તહેવારની પવિત્રતા જળવાય અને પર્યાવરણને નુકસાન થાય નહીં તે માટે અમારી સોસાયટીમાં છાણાંથી હોળી પ્રગટાવાય છે. વૈદિક હોળીની કીટમાં રહેલી દરેક વસ્તુનું આગવું મહત્વ છે. વૈદિક હોળીને લઇને સોસાયટીના દરેક સભ્યો ઘણાં ઉત્સાહી છે અને તેને લીધે આ વર્ષે અમે બીજા વર્ષે પણ વૈદિક હોળી પ્રગટાવીશું. વૈદિક હોળીની કામગીરીમાં નવયુવાનો જોડાય છે જે સારી વાત છે. - ડૉ.રાજેશ પરીખ, પ્રેરણાતીર્થ બંગલો પાર્ટ-1સેટેલાઇટ

વૈદિક હોળી તહેવારની સાચી ઉજવણી છે

છેલ્લાં કેટલાંક વર્ષોથી વૈદિક હોળીની શરૃઆત થઇ છે જે તહેવારની સાચી ઉજવણી છે. વૃક્ષોનું નિકંદન થવાથી સજીવ સૃષ્ટિ પર ખતરો આવવાની શક્યતા રહેલી છે. લાકડાની હોળીની સામે વૈદિક હોળી એક નવી પહેલ છે ત્યારે લોકોએ તેનું મહત્વ સમજીને તેમાં સહભાગી બનવું જોઇએ. અમારી સોસાયટીમાં વૈદિક હોળીની ઉત્સાહભેર ઉજવણી થાય છે. – હાર્દિક રાવ, શ્રીરામ કુટિર સોસાયટીનવા નરોડા

Gujarat
Magazines