જૂની રંગભૂમિમાં જે કલાકાર ગાઇ શકતો તેને જ કાસ્ટ કરાતો
ટોધ અર્થિંગ ગ્રુપ દ્વારા શ્રેયશ ફાઉન્ડેશન, આંબાવાડી ખાતે થિયેટર સ્કૂલ વર્કશોપની સતત પાંચમી સિઝનનું આયોજન કરાયું
આજે ફિલ્મો, સિરીયલ, શોર્ટ ફિલ્મ, યુટયૂબ અવે ડોક્યુમેન્ટ્રીનો ઉત્તમ દોર ચાલી રહ્યો છે ત્યારે થિયેયર ક્ષેત્રે રસ ઘરાવનાર લોકો માટે ધ અર્થિંગ ગુ્રપ દ્વારા શ્રેયશ ફાઉન્ડેશન, આંબાવાડી ખાતે થિયેટર સ્કૂલ વર્કશોપની સતત પાંચમી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોનું ઇન્ટરવ્યુ બેઝ્ડ સિલેક્શન કરવામાં આવ્યું છે. ૧૧દિવસિય આ થિયેટર સ્કૂલમાં રાજૂ બારોટ, કમલ જોશી, હર્ષલ વ્યાસ,વોલ્ટરપિટર, મયુર ચૌહાણ, પ્રશાંત બારોટ, તારિકા ત્રિપાઠી,હરિશ ઉપાધ્યાય, અપર્ણા પંચાલ, વિરલ રાછ, મોસમ-મલકા મેહતા, આકાશ તપોધન, અર્જુન ભગત, હાર્દિક સોલંકી, ચિરાગ પારેખ અને પ્રફૂલ પારેખ જેવા ૧૭ થિયેટર એક્સપર્ટ થિયેટરના પાસાઓ અને એક્ટિંગ વિશે વાત કરશે.થિયેટર થેરાપિસ્ટ અને ધ અર્થિંગ ગુ્રપના ફાઉન્ડર પ્રફુલ પંચાલ દ્વારા 'ઇન્ટ્રોડક્શન ઓફ થિયેટર' વિષય પર વાત કરી. જેમાં તેઓએ 'ચલો ગાઓ, ચલો બોલો' નામની એક્ટીવીટી દ્વારા વિદ્યાર્થીઓનો પરિચય કંઇક અલગ અંદાજમાં વિદ્યાર્થીઓના મુખે જ કરાવ્યો.
જૂની ગુજરાતી રંગભૂમિના ગીતો અદ્ભુત છે
મ્યુઝિક ઇન થિયેટર વિશે વાત કરતા કહ્યું કે, એક મ્યુઝિક ડિરેક્ટર નાટકની આખી સ્ક્રીપ્ટ વાંચી તે નાટકનો રસ (નવ રસમાંથી) કયો છે તેની ચકાસણી કરવી પડે.નાટકમાં ત્રણ પ્રકારના મ્યુઝિક હોય છે જેમાં રેકોર્ડેડ, લાઇવ અને ફોલી. મ્યુઝિક હૃદયથી આવતી વસ્તુ છે. ભવાઇના તથા જૂની ગુજરાતી રંગભૂમિના ગીતો અદ્ભુત છે. - અર્જુન ભગત
જૂની રંગભૂમિમાં જે કલાકાર ગાઇ શકતો તેને જ કાસ્ટ કરાતો
એક એક્ટરે પુસ્તક વાંચીને કલ્પનાશક્તિ અને સમજશક્તિ કેળવવી જોઇએ. આપણી લોક સંસ્કૃતિમાં વ્યક્તિના જન્મથી મરણ સુધીના ગીતો છે. જૂની રંગભૂમિમાં જે કલાકાર ગાઇ શકતો એને જ કાસ્ટ કરવામાં આવતો. એક્ટરે નિયમિત રીતે સરગમ ગાનિે રીયાઝ કરવો જોઇએ. પહેલાના સમયમાં નાના બાળકો મંદિરમાં નગારુ, ઘંટ વગેરે વગાડતા જેથી તેમનામાં નાનપણથી જ તાલ અને લયની સમજ આવી જતી, દુઃખની વાત એ છે કે હવે શહેરમાં આવું રહ્યું નથી. - રાજુ બારોટ
એક્ટિંગ કરવી હોય તો એક્ટિંગ નહી કરવાની
એક્ટિંગ અને ટીમવર્ક વિશે વાત કરતા કહ્યું કે,થિયેટર એ ગુ્રપ એક્ટિવીટી છે. જો તમારે મોનોલોગ કરવો હોય તો પણ એકલાથી ન થાય. નાટક કરતી વખતે સતત એલર્ટ રહેવું પડે. દરેકે વિવિધ પરિસ્થિતીમાં ચાલવાની એક્સરસાઇઝ કરવી જોઇએ. જો ડાયલોગને યાદ નહી રાખો તો જ તે યાદ રહેશે. થિયેટરમાં સાથેના કલાકાર સાથે મેળ હોવો ખુબ જરૃરી છે તેના માટે સામે વાળા કલાકાર પર વિશ્વાસ હોવો ખુબ જરૃરી છે. - તારિકા ત્રિપાઠી