Updated: Jan 30th, 2023
શીતળ
ઠંડીની સાથે લગ્નસરા સિઝન પણ જામી રહી છે. વ્યકિતના જીવનમાં લગ્નનો ઉત્સવ ખૂબ
મહત્વ ધરાવે છે. દરેક વ્યકિત પોતાના લગ્નમાં કોઇ કચાશ ન રહે અને લોકોમાં કાયમી
યાદગીરી બની જાય છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં લગ્નમાં ડેકોેરેશન, મ્યુઝિક, ફૂડ, ડ્રેસિસમાં ઘણું પરિવર્તન આવ્યું છે ત્યારે હાલ
લગ્નમાં નવદંપતીઓ દ્વારા 'લાઇવ પેઇન્ટિંગ' કરાવીને પોતાના જીવનની યાદગીરીમાંં એક વધુ મોરપીંછનો ઉમેરો કરવાનો ટ્રેન્ડ
જોવા મળી રહ્યો છે.
સી.એન.
ફાઇન આર્ટ્સમાંં અભ્યાસ કરતાં હર્ષિલ સોનીએ કહ્યું કે, લગ્નમાં બીજા કરતાં કંઇક
અલગ જ સેલિબ્રેશન થાય અને તેે કાયમી યાદગીરી બની રહે તે માટે લોકો ઘણો ખર્ચ પણ કરતા
હોય છે. વિદેશમાં છેલ્લાં બે વર્ષથી લગ્નમાં નવદંપતીના લાઇવ પેઇન્ટિંગનો ટ્રેન્ડ ચાલી
રહ્યો છે ત્યારે હવે આપણા ત્યાં લગ્નમાં નવદંપતી પણ લાઇવ પેઇન્ટિંગ કરાવી રહ્યા છે.
હું ફાઇન આર્ટ્સનો સ્ટુડન્ટ છું અને પેઇન્ટિંગ કરવું મને ગમે છે ત્યારે આ વર્ષે લગ્નમાં
લાઇવ પેઇન્ટિંગ કરવાની શરૃઆત કરી છે. નવદંપતીને પોતાના પરિવારજનોને સરપ્રાઇઝ ગિફ્ટ
આપે છે. લગ્નના બંધનમાં બંધાય તે સમયે મેચિંગ ડ્રેસિસમાં લાઇવ પેઇન્ટિંગ કરાવવાનું
કપલ વધારે પસંદ કરી રહ્યા છે. લાઇવ પેઇન્ટિંગ પાંચ હજારથી શરૃ થઈ લાખો સુધીના બજેટમાં
જાય છે. લગ્નના માહોલને બહુ ઓછા સમયમાં લાઇવ પેઇન્ટિંગમાં કંડારવું એક ચેલેન્જ સમાન
છે અને તેનાથી ઘણું શીખવા પણ મળી રહ્યું છે. લાઇવ પેઇન્ટિંગ લગ્નની શરૃઆતની ઉત્તમ ભેટ
છે અને તેનો સહજ સ્વીકાર કરીને દરેકને એક આનંદની લાગણી છવાય છે.
લોકડાયરામાં
પણ લાઇવ પેઇન્ટિંગ કરાવે છે
આર્ટિસ્ટ
તરીકે જે કામ મળે તેના કરતા મને વધારે પસંદ આવે તે કામ હું કરું છું. લગ્નની સાથે
લોકડાયરામાં પણ લોકો લાઇવ પેઇન્ટિંગ કરાવીને આર્ટિસ્ટને રોજગારી આપી રહ્યા છે.
લગ્નમાં કરાવેલ લાઇવ પેઇન્ટિંગ દરેક વ્યકિત માટે એક એનસાયક્લોપિડીયા બની રહે છે.
અત્યાર સુધીમાં લગ્ન અને ડાયરામાં થઇને ત્રણથી વધારે લાઇવ પેઇન્ટિંગ કર્યા છે
જેનાથી આર્ટ પ્રત્યેના મૂલ્યનું મહત્વ વધી રહ્યું છે જેનાથી મને ઘણી ખુશી છે.
સમય મર્યાદાની
સાથે સારું પરિણામ આપવાનું હોય છે
લગ્નમાં
દરેકને સમય ઓછો પડશે તેમ માનીને ઘણી ઉતાવળ કરવામાં આવે છે. સમય મર્યાદાની સાથે
લાઇવ પેઇન્ટિંગ કરીને સારું પરિણામ આપવું ઘણું અઘરું છે. એક્રેલિક રીતે લાઇવ
પેઇન્ટિંગ ખાસ કરીને પરિવાર દ્વારા નવદંપતીને સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે આપે છે.
લગ્નમાં લાઇવ પેઇન્ટિંગ કરવાથી આર્ટિસ્ટ તરીકેનો જે ડર હતો તે પણ દૂર થયો છે.
લગ્નમાં દરેક સમયે નવા ચેલેન્જ સાથે કામ કરવાનું હોય છે.