છેલ્લા 15 વર્ષથી સત્યનારાયણની કથા કરીને નવુ સત્ર શરૂ કરવાની પરંપરા
કોલેજ કેમ્પસમા સત્યનારાયણની કથા? સાંભળીને નવાઇ લાગે પરંતુ જે.જી પરફોર્મીંગ આર્ટસમાં શિરા અને સિંગ-સાકરિયાનો પ્રસાદ વહેંચી
ગઇકાલે જે.જી ગુ્રપ ઓફ કોલોજીસ ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે હાજરી આપી હતી. કોઇ કોલેજ કેમ્પસમાં સત્યનારાયણની કથા કદાચ પહેલી વખત સાંભળ્યું હશે પરંતુ જે.જી પરફોર્મીંગ આર્ટસનું નવું સત્ર છેલ્લા ૧૫ વર્ષથી સત્યનારાયણની કથા કર્યા બાદ જ શરૃ કરવામાં આવે છે તે પરંપરાને આગળ ધપાવીને આ વખતે પણ એશિયા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જોન જી વર્ગીસ દ્વારા આરતી કરી ઉપસ્થિત સૌને શીરા અને સિંગ-સાકરિયાનો પ્રસાદ સાથે ઇશ્વર તેમનું નવું શૈક્ષણિક વર્ષ ખૂબ જ સુખદાયી નીવડે તેવા આશીર્વાદ અપાયા અને જે.જી ગુ્રપ ઓફ કોલેજીસ અને જે.જી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ આ પુજામાં હાજરી આપી હતી.
આ કથાની ૫રં૫રા ચાલુ રહેશે
૨૦૦૪માં મ્યુઝિકના એક વિદ્યાર્થી પિનાકીન રાવલે મારી પાસે આવીને કહ્યું કે સર, આપણે કોલેજમાં સત્યનારાયણની કખા કરાવી શકીયે? ત્યારે મે તેને કહ્યું કે,જરૃરથી આપણે તે કરાવી શકીએપરંતુ હું એ ચોક્કસ પણે માનુ છું કે,જેની શરૃઆત કરીએ તે સતત ચાલુ રહેવું જોઇએ. અને તેણે કહ્યું હતું કે હા સર, આ કથાની પ્રથા ચાલુ રહશે હું કેમ્પસમાં હોઉ તો પણ અને ન હોઉં તો પણ. ત્રણ વર્ષ વિદ્યાર્થી ભણ્યો ત્યા સુધી તેના દ્વારા જ સત્યનારાયણની કથા દરેક શૈક્ષણિક વર્ષની શરૃઆતમાં કરાઇ. અને ત્યારબાદ પણ કથાની વ્યવસ્થાનો તેનો ફોન પ્રિન્સિપાલ પર જતો. હાલમાં આ વિદ્યાર્થી લંડન સ્થિત હોવા છતાં તેના દ્વારા જ દર વર્ષે કથાનું આયોજન થાય છે. - બિજોય શિવરામન, પ્રિ. જે.જી પરફોર્મીંગ આર્ટસ