થિયેટર વિચારો, ભાવનાઓ અને સામાજિક ચિંતા વ્યકત કરવાનું મંચ
પીડીપીયુમાં સ્કૂલ ઓફ લિબરલના સ્ટુડન્ટે થિયેટર પ્લે કર્યા
પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝના પ્રથમ સેમેસ્ટરમાં સ્ટડી કરતા ૪૬૦થી વધુ સ્ટુડન્ટે સામાજિક મુદ્દા, મનોવૈજ્ઞાાનિક, રોમાંચક, કોમેડી અને હત્યાના રહસ્ય જેવા વિવિધ શૈલીમાં એક અભિનયના થિયેટરમાં પોતાનું પર્ફોમન્સ આપ્યું હતું. થિયેટર પ્લેમાં જાણીતા ફિલ્મ અને થિયેટર અભિનેતા અભિનય બેન્કર અને ગોપાલ પરમાર હાજર રહ્યાં હતા. થિયેટર પ્લે વિશે વાત કરતાં અભિનય બેન્કરે કહ્યું કે, સ્ટુડન્ટને થિયેટર દ્વારા વિશ્વના વિચારો અને સંસ્કૃતિનું જ્ઞાાન આપવું ઘણું પડકારજનક છે.
સાથે થિયેટ્રીકલ આર્ટ્સ તમારી અંદર રહેલી સર્જનાત્મકતાથી વ્યકિતત્વને નવો આકાર આપવાનું કાર્ય કરે છે. થિએટર એ વિશ્વવ્યાપી સામાજિક-રાજકીય પ્રશ્રોને સમજવાની કવાયત છે અને તેનાથી તમારા વિચારો, ભાવનાઓ અને ચિંતા વ્યક્ત કરવા માટેનું એક મંચ પુરું પાડે છે. થિયેટરમાં સ્ટુડન્ટે વિલિયમ શેક્સપીયરના ધ ટેમિંગ ઓફ ધ શ્રો, આગના સાત પગથિયા, મધ્યસ્થ દ્વારા પ્રિય, લેમ્બ ટુ સ્લોટરનું સ્ટુડન્ટની ટીમ દ્વારા પરફોર્મન્સ આપ્યું હતું.
થિયેટર એક અભિવ્યકિત છે જે શીખવી જરૂરી
સ્ટ્રીટ નાટકો અને મંચ નાટકો જેવા થિયેટ્રિકલ બંધારણ અને નાટયશાસ્ત્રના સિદ્વાંતને સમજવું થિયેટર ડ્રામામાં ખૂબ જરૃરી છે. થિયેટર વર્ક એ એક ટીમની રમતથી ઓછી નથી અને બધા સાથે મળીને કામ કરીએ તો તેને સુંદર રીતે સ્ટેજ પરફોર્મન્સ કર શકાય છે. થિયેટર એક અભિવ્યકિત છે જેને શીખવી ઘણી જરૃરી છે સાથે વ્યાવહારિક જીવનમાં પણ આજે થિયેટરના વિવિધ દ્રષ્ટિકોણ શીખવા જોઇએ. - અથર્વ ભારદ્વાજ, સ્ટુડન્ટ