નદીઓમાં વધતા પ્રદૂષણથી ભારતના ભૂગર્ભ જળમાં 72%ની ઘટ જોવા મળી છે
નિરમા યુનિવર્સિટીની લૉ ઇન્સ્ટિટયૂટ દ્વારા રીવાઇવલ ઓફ ઇન્ડિયન રિવર પર સેમિનારનું આયોજન થયું
નિરમા યુનિવર્સિટીમાં લૉ ઇન્સ્ટિટયૂટ અને સેન્ટર ફોર એનવાયર્મેન્ટ લૉના સંયુક્ત ઉપક્રમે 'રીવાઇવલ ઓફ ઇન્ડિયન રિવર' પર સેમિનારનું આયોજન કરાયુ હતું. સેમિનારમાં મુખ્ય સ્પીકર તરીકે રેમન મેગ્સેસ એવોર્ડી રાજેન્દ્ર સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર સિંઘને ૨૦૦૧માં વોટર કનઝર્વેશન અને એનવાયર્મેન્ટ માટે રેમન મેગ્સેસ એવોર્ડ મળ્યો હતો. તેમણે સ્ટુડન્ટસને સંબોધિને કહ્યું કે, પર્યાવરણ બચાવવા માટે સૌથી પહેલા નદીઓનો બચાવ કરવો પડશે. નદીના આધારે પર જ સજીવ સૃષ્ટીનો આધાર છે. નદીઓનો બચાવ કરવા માટે માત્ર વાતો કરવાથી થઇ શકશે નહીં. તેના માટે નવી ટેકનલોજી અને ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. નદીઓમાં વધતા પ્રદૂષણથી ભારતના ભૂગર્ભ જળમાં ૭૨ ટાકાની ઘટ જોવા મળી છે.
પર્યાવરણ બચાવવા માટે નદીઓ બચાવવી જરૂરી
પર્યાવરણ અને સજીવ સૃષ્ટીનો આધાર નદી પર છે. દક્ષીણ એશિયા આબોહવા મુજબ ભારતમાં એક સિઝનનો વરસાદ પડે છે, જે દરમિયાન નદીમાં પાણી હોય છે. પરંતુ બીજી તરફ ઔદ્યોગિક સફળતા મેળવવા માટે આપણે નદીઓને પ્રદૂષિત કરીએ છીએ. જેના કારણે પાણીનો બગાડ થાય છે, જે પાણી ઉપયોગમાં લઇ શકાતુ નથી. તેથી પર્યાવરણનો બચાવ કરવા માટે નદીઓને બચાવવી ખૂબ જરૃરી છે. જેના માટે કચરાનો યોગ્ય નિકાલ કરવો અને વૃક્ષો વધારે વાવવા જોઇએ.
નદીના કિનારાઓને સિમેન્ટથી બાંધવા જોઇએ નહીં
નદીઓનો બચાવ કરવા માટે તેમા થઇ રહેલા પ્રદૂષણને દૂર કરવું જોઇએ. ત્યારબાદ નદીઓના કિનારાને સિમેન્ટથી બાંધવા જોઇએ નહીં. કિનારા બાંધવાથી પાણીને શુદ્ધ કરતી કિનારાની માટી નદીને મળશે નહીં, જેથી પાણી શુદ્ધ શકશે નહીં. ઉપરાંત નદી કુદરતી વળાંકોને આધારિત હોય છે, કિનારાને સિમેન્ટથી બાંધવાથી નદીના વહેણને પણ નુકસાન થાય છે.