વિમેન એમ્પાવરમેન્ટ માત્ર સામાજીક નહીં માનસિક મુદ્દો છે
જીએલએસ ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા સીડબલ્યુડીસી (કોલેજીએટ વિમેન ડેવલપમેન્ટ સેલ)ના સહયોગથી સેમિનારનું આયોજન કરાયું હતું. સેમિનારમાં સ્પીકર તરીકે એડવોકેટ વૈભવી નાણાવટી અને ગાયનેકોલોજીસ્ટ ડૉ. દર્શના ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતા. ડૉ. દર્શના ઠક્કરે કહ્યું કે, વિમેન એમ્પાવરમેન્ટએ સૌથી ચર્ચિત મુદ્દામાંનો એક છે. પરંતુ વિમેન એમ્પાવરમેન્ટની સંપૂર્ણ જાણકારી કે વ્યાખ્યા લોકો પાસે નથી. અને વિમેન એમ્પાવરમેન્ટએ માત્ર સામાજીક નહીં, માનસિક મુદ્દો ગણી શકાય. કારણ કે, જ્યાં સુધી લોકોના વિચારોમાં મહિલાઓ માટે સન્માન નહીં હોય ત્યાં સુધી વિમેન એમ્પાવરમેન્ટ શક્ય નથી. એમ્પાવરમેન્ટનો અર્થ માત્ર આર્થિક સદ્ધરતા પુરોત સિમિત નથી. પરંતુ સમાજમાં આગળ વધવાનો અને પોતાની યોગ્યતા સાબિત કરવાનો છે. જીવનમાં સફળતા મેળવવા માટે ધૈર્ય અનિવાર્ય છે.