ભારતના સમૃદ્ધ આર્કિટેક્ચરલ ઇતિહાસમાં મહિલાઓની ભૂમિકા જ ઓછી જાણીતી છે
જળ સંકટ વધી રહ્યું છે ત્યારે જુની સિસ્ટમને સમજી વોટર હેરીટેજના ટ્રેડીશનલ સ્ટ્રક્ચરને બચાવવા માટે વેબીનાર
ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ મોન્યુમેન્ટ એન્ડ સાઇટના વોટર હેરીટેજ વર્કીંગ ગુ્રપ અને ઇમર્જીગ વર્કીગ ગુ્રપ દ્વારા હેરીટેજ વીકની ઉજવણી માટે 'વોટર એન્ડ હેરીટેજ ઇન ઇન્ડિયા' વિષય પર વેબીનારનું આયોજન કર્યું હતું જેમાં દરેક સીટીના લોકો જોડાયા હતા. જેમાં વિશ્વના જળ વારસા સંબંધિત ચિંતાઓને નિવારવા માટે વારસાનું મહત્વ અને તેના સંચાલન વિશે આ વેબીનાર યોજાયો. વેબીનારનો મુખ્ય હેતુ ' પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે વોટર હેરીટેજનું કન્ઝર્વેશન અને ડોક્યુમેન્ટેશન થાય તે માટેનો છે'.જેમાં પાણીના સંરક્ષણ અને તેનો મૃત વારસા પર ધ્યાન આપવાની તેમજ વર્ષો પહેલાથી પાણીની આસપાસ સાંસ્કૃતિક લેન્ડસ્કેપ, પરંપારગત પ્રણાલીઓ, ધાર્મિક વીધીઓ, વ્યવહાર, તહેવારો અને હસ્તકલાઓ રહેલી છે તે અંગે વાત કરવામાં આવી.જેમાં ભારતીય વોટરસ્કેપ્સમાં મહિલાઓની ભૂમિકા તેમજ જળ જાગૃતિ માટેનું મુખ્ય અભિગમ 'સંગીત' જેવા મુખ્ય વિષય રહ્યા હતા.
પશ્ચિમ ભારતમાં વાવની ઉત્ક્રાંતિમાં મહિલાઓના આશ્રયની મહત્વની ભૂમિકા છે
ભારતીય વોટરસ્કેપ્સમાં મહિલાઓની ભમિકા અંગે વાત કરતા કહ્યું કે, પાંચ થી ૧૯મી સદી દરમિયાન થઇ ગયેલી મહારાણીએ વધારે પાવરફૂલ હતી અને તેઓ દ્વારા સામાજીક વપરાશ માટે વાવનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ આ વાવની ડિઝાઇનમાં પણ મહિલાઓની લાઇફ સ્ટાઇલ અને તેમના સપનાઓને સ્કલ્પચરમાં ઢાળીને મુક્યા છે.આવી રાણકી વાવ અને બીજી ઘણી વાવ ભારત માટે અજોડ છે. વાવ ભારતના સમુદ્ર આર્કિટેક્ચરલ ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે. પરંતુ આ અનોખા સ્થાપત્યનવી અજાયબીના વિકાસમાં મહિલાઓની ભૂમિકા જ ઓછી જાણીતી છે. ખાસ કરીને પશ્ચિમ ભારતમાં વાવની ઉત્ક્રાંતિમાં મહિલાઓના આશ્રયની મહત્વની ભૂમિકા છે. રાણકી વાવ એક વિશ્વ ધરોહર સ્થળ હોવાને કારણે આ એક ઉદાહરણ સ્વરૃપ છે.- સરન્યા દર્શીની, કન્ઝર્વેશન આર્કિટેક્ચર
વોટર હેરીટેજનો અભિગમ મ્યુઝિક દ્વારા સમજાવવો પડશે
હાલના વોટર મ્યુઝિયમ અને પાણી સાથે સંકળાયેલ મ્યુઝિક પર કામ કરી રહેલ સુક્રિત સેને કહ્યું કે, યુનેસ્કોના ક્રિએટીવ સીટી નેટવર્કના રાજસ્થાન અને ચેન્નાઇના મ્યુઝિકનો ઉપયોગ કરીને આપણે વઘુને વધુ લોકોને અને ખાસ કરીને બાળકોને વોટર હેરીટેજમાટે જાગૃત કરી શકીએ છીએ. અત્યારના બાળકોને ઇન્ડિયન મ્યુઝીક સાંભળવા માટે દબાણ ન કરી શકાય તે માટે પાણીની જાગૃતિનો અભિગમ મ્યુઝિક દ્વારા યુથ સુધી પહોચાડવા માટે મેં ત્રણ ભાગમાં તેને વહેત્યા છે. જેમાં પાણી પર બનેલા ગીતો, પાણીની અંદર સાઉન્ડ કેવી રીતે જાય છે અને પાણી ભરવાના પાત્રોનો મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ કરીને આ કામ શક્ય બનાવી શકીએ છીએ. - સુક્રિત સેન, હેરિટેજ મેનેજમેન્ટ સ્ટુડન્ટ
ઇરાનની જળ વ્યવસ્થાપન પ્રણાલી 'કનાટ'માંથી પ્રેરણા લેવાની જરૂર છે
૧૫મી સદીમાં જ્યારે નદી કે તળાવનું પાણી નજીકથી ન મળતું ત્યારે કોશો દૂરથી પાણી લાવી લાવવું પડતું તે સમયે એક એન્જીન્યરીંગ સિસ્ટમ વિકસાવવામાં આવી જેને કારણે ઇલેક્ટ્રીસીટી વગર પાણી લાવી શકાતું. આ ટેકનોલોજી ઇરાનમાંથી આવેલી છે. હેરીટેજ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે કનાટ અથવા કારેઝ તરીકે ઓળખાતી ઇરાનની જળ વ્યવસ્થાપન પ્રણાલી પર આપણે ધ્યાન કેન્દ્રીત કરવાની ખુબ જરૃર છે. આજે પાંચ ટાઉનમાં આ સિસ્ટમ જોવા મળે છે. ઇરાનમાં આજે પણ ૧૧ કનાટ છે. - પ્રિયંકા સિંઘ,કન્ઝર્વેશન આર્કિટેક્ચર