NEETના ટોપર્સનો ગોલ AIIMS
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા 'નીટ'નું પરિણામ ગઇકાલે જાહેર થયું છે, જેમાં ગુજરાતના સ્ટુડન્ટસે પણ ટોપ ૧૦૦માં સ્થાન મેળવ્યું છે. ગુજરાતના નીટના ટોપર સ્ટુડન્ટસનો મુખ્ય ગોલ એઇમ્સમાં એડમિશન લેવાનો છે.
એઇમ્સ એડમિશન મેળવી ન્યૂરોસર્જન બનવું છે
મહેનત તો બધા કરતા હોય છે, પરંતુ ભાગ્ય દરેકને સાથ આપતું નથી. હું વધારે અને સતત વાંચનમાં વિશ્વાસ રાખતો નથી. મારું સરેરાશ વાંચન ૪ કલાક જેટલું જ હતું. સાથે મને સોશિયલ મીડિયામાં રસ હોવાથી તેનો પણ ઉપયોગ કરતો હતો. મેડિકલ અભ્યાસ માટે મારે એઇમ્સમાં જવું છું, તેની એક્ઝામનું પરિણામ પણ આગામી સમયમાં આવશે. મને ન્યૂરોસર્જન બનવાની ઇચ્છા છે. - રવિ મખ્ખીજા માર્ક્સ ૬૯૦ (૭૨૦) AIR - ૧૪
પિતા ડેન્ટિસ્ટ હોવાથી બાળપણથી ડોક્ટર બનવું હતું
બે વર્ષ નીટની તૈયારી માટે ઘણો સમય છે, આ સમયમાં સ્ટુડન્ટસ નીટ વિશેની બધી જાણકારી મેળવવા સાથે સારી તૈયારી કરી શકે છે. મેં વાંચન માટે ક્યારે પણ શિડયુલ બનાવ્યું નહોતું, પરંતુ જ્યારે પણ વાંચતો ત્યારે સંપૂર્ણ ધ્યાનથી વાંચતો હતો. તેની સાથે મેં ક્યારેય સોશિયલ મીડિયાને પણ છોડયુ નહોતું. ઉપરાંત મેં નીટની એક્ઝામ માટે એક મહિનાનો ક્રેશ કોર્સ કર્યો હતો. જેના કારણે પણ પરિણામ ફરક પડયો છે. - શાલીન પટેલ માર્ક્સ ૬૮૧ (૭૨૦) AIR - ૮૩
નીટની તૈયારી માટે વાંચન અને પ્રેક્ટિસ ખૂબ જરૂરી હોય છે
નીટની તૈયારી માટે વાંચન અને પ્રેક્ટિસ ખૂબ જરૃરી હોય છે, તેના માટે હું ૫ કલાક કોચિંગ સહિત ૯ કલાકનું વાંચન કરતી હતી. જ્યારે સીબીએસઇ બોર્ડની એક્ઝામ પુરી કરી ત્યારે આશરે ૧૪ કલાક જેટલુ વાંચન કરતી હતી. નીટમાં સારા માર્ક્સએ સખત મહેનતનું પરિણામ છે, હવે હું એઇમ્સના પરિણામની રાહ જોઉ છું. જેના આધારે મેડિકલમાં એડમિશન મેળવવું છે. - હર્ષવી જોબનપુત્રા માર્ક્સ ૬૯૦ (૭૨૦) AIR- ૧૮