ટકાઉ વિકાસની વ્યાખ્યાને અનુસરવા યુવાઓ વધુ ક્રિએટિવ વિચારતા થયા છે
આઈઆઈટીમાં 'ફાઇન્ડિગ ધ લીડર ઇન યુ' પ્રોગ્રામનું આયોજન કરાયું
યુએસએની કોમ્પિટિટિવનેશ માઇન્ડસેટ (સીએમઆઇ) ઇન્સ્ટિટયૂટ દ્વારા આઈઆઈટી ગાંધીનગર ખાતે 'ફાઇન્ડિગ ધ લીડર ઇન યુ' પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં સ્ટુડન્ટસમાં ઇમાનદારી, નવીનતા, ખંત અને પ્રોબ્લમ સોલ્વિંગ સ્કિલનું નોલેજ બે દિવસીય પ્રોગ્રામનું આયોજન કરાયું છે. બે દિવસીય પ્રોગ્રામમાં સાત સેશન લેવામાં આવ્યા હતા, જેમાં સેમિનાર, સોક્રેટિક, રીવર્સ બ્રેનસ્ટ્રોમિંગ અને બીજી કેટલીક ગુ્રપ એક્ટિવિટી કરાવાઇ હતી. પ્રોગ્રામમાં આઈઆઈટીના ડિરેક્ટર સુધિર જૈને સ્ટુડન્ટસના ક્લાસરૃમની મુલાકાત લીધી હતી. સીએમઆઇની હાવોવી ત્રિવેદીએ કહ્યું કે, ભારતીય યુવાઓના માઇન્ડસેટમાં આવેલા બદલાવના કારણે ક્રિએટિવિટીમાં વધારો થયો છે. ઉપરાંત ટકાઉ વિકાસની વ્યાખ્યાને અનુસરવા યુવાઓ વધુ ક્રિએટિવ વિચારતા થયા છે.
પ્રોગ્રામથી ક્રિએટિવ આઇડિયા પણ મળ્યા છે
સીએમઆઇ દ્વારા કરવામાં આવેલા પ્રોગ્રામ દ્વારા એજ્યુકેશન ઉપરાંત બીજા પણ ઘણા વિષયોનું નોલેજ મળ્યું છે. ફાઇન્ડિગ ધ લીડર ઇન યુમાં સ્ટુડન્ટસે ઇનોવેટિવ આઇડિયા રજૂ કર્યા હતા. જેના દ્વારા સેલ્ફ ડેવલપમેન્ટ પણ સ્ટુડન્ટસમાં જોવા મળે છે. પ્રોગ્રામ માત્ર બે દિવસનો હતો, પરંતુ લાઇફલોન્ગ લેશન મળે તેવો છે. - ભાર્ગ મહેતા, સ્ટુડન્ટ
આઇડિયાનું ઇમ્પલિમેન્ટ કરતા વર્કશોપમાં શીખ્યા
મેં જીને શારબુનોની પુસ્તક '૫૨ વેય્ઝ ટુ લીવ સક્સેસ' વાંચી હતી. પરંતુ તે આઇડિયાનું ઇમ્પલિમેન્ટ કરવાનું વર્કશોપ દ્વારા શીખવા મળ્યું છે. અહીંયા ઘણી વસ્તુ સ્ટુડન્ટસને જાતે કરવા મળી હતી. જેના કારણે દરેક સ્ટુડન્ટસને ઊંડાણ પુર્વકની સમજ મળી હતી. પ્રોગ્રામ દરમિયાન મળેલી માહિતી એજ્યુકેશનની સાથે બિઝનેસ અને જોબ સમયે પણ ઉપયોગી બનશે. - પ્રત્યુષ ભટ્ટ, સ્ટુડન્ટ